Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગરીબોનો કોળીયો ઝુંટવનારને દ્વારકા વહીવટીતંત્રની ટીમના કલેકટર, એસપી., ઇન્ચાર્જ જીલ્લા પુરવઠા અધિકારી, અને ભાણવડ મામલતદાર સાંખી નહી લે જેની સાબિતી રૂપે 10 સામે ફોજદારી થઇ હોય કૌભાંડીયાઓ શીયાવિયા થઇ ગયા છે, રેશનનો માલ બારોબાર વેંચવાના અને ખાનગી મકાન ગોડાઉનમાં રાખી બારોબાર વેંચવાના ભાણવડ તાલુકાના આ ચકચારી કેસમા ભાણવડ મામલતદારની સઘન તપાસ એવી થઇ કે ભરભલામણો કામ ન આવી અને કલેક્ટરે પણ કહ્યુ કે પુરવઠાની બાબત નો-કોમ્પ્રોમાઇઝ ખાસ કરીને સરકારી કચેરીના જ બે ઓપરેટરની સંડોવણી વધુ ટીકા પાત્ર છે( આવુ અમુક અમુક કચેરીઓમા છાનુ છપતુ ચાલતુ હશે?? ચાલતુ જ હોય ને જામનગરની અમુક કચેરીઓમા તપાસ થશે??)
સમીક્ષા સાથે કેસની વિગતો…..
દ્વારકા જિલ્લાના ભાણવડના રાશનવોર્ડ ધારકોના કારસ્તાન અંગે અંતે ફોજદારી થઇ છે જેથી ગેરરિતી કરનારાઓમા ફફડાટ વ્યાપી ગયો છે આ તકે જાણકારોના મત મુજબ બીજી તરફ જામનગર અને દ્વારકા જુલ્લાઓમાં અનેક દુકાનદારો સામે લેખીત મૌખીક ફરિયાદો પરંતુ પગલા લેવામા જામનગર કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લો મોખરે રહ્યો છે. દેવભૂમિ દ્વારકા કલેકટર એમ.એ.પંડ્યા, દેવભૂમિ દ્વારકા અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડે, દેવભૂમિ દ્વારકાનાં માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી પાર્થ કોટડીયા, દેવભૂમિ દ્વારકાની સુચના અનુસાર પોલીસ ઇન્સપેકટર પી.સી.સિંગરખીયા, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ, દેવભૂમિ દ્વારકા દ્વારા ભાણવડ તાલુકાનાં શેઢાખાઇ ગામનાં વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ રાશનકાર્ડ ધારકોનાં રેશનકાર્ડમાં પરિવારનાં સભ્યો સિવાયનાં ગેરકાયદેસર રીતે નામો ઉમેરો/ચડાવ્યા બાબતનો અહેવાલ મળતા,
મામલતદાર દક્ષાબેન રીંડાણી, ભાણવડ દ્વારા અહેવાલની પ્રાથમિક તપાસ કરતા, મામલતદાર કચેરી, ભાણવડનાં કોમ્પ્યુટર ઓપરેટર બાબુભાઇ જગાભાઇ કારેણા, રહે. રૂપામોરા, તા.ભાણવડ, પરબત ખીમા કરમુર, રહે. કલ્યાણપુર, તા.ભાણવડ દ્વારા નીચે જણાવેલ કુલ 10 આસામીઓ સાથે મેળાપીપણુ કરી અંદાજીત – 2046 વ્યક્તિઓનાં નામ ઉમેરી/ચડાવી, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો જથ્થો બારોબાર ડાયવર્ટ કરવા પોતાનાં અંગત આર્થિક લાભ માટે કરેલ હોવાનું જાહેર કરતા, આ બન્ને કોમ્પ્યુટર ઓપરેટર તેમજ નીચે જણાવેલ કુલ-10 વાજબી ભાવનાં દુકાનદાર/સંચાલક સામે મામલતદાર ભાણવડની કચેરીનાં નાયબ મામલતદાર નીલેશ કરમુરએ ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ ધોરણસરની પોલીસ ફરીયાદ દાખલ કરેલ છે. આ બાબતે વિશેષ તપાસ પુરવઠા વિભાગ ટીમ અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે.
-શુ કહે છે પાર્થ કોટડીયા?
જામખંભાળીયાના SDM અને ઇન્ચાર્જ DSO દેવભૂમિ દ્વારા જિલ્લાએ જણાવ્યુ છે કે ભાણવડ તાલુકામા પુરવઠા ની અનિયમિતતા અંગે કલેક્ટરની સુચનાઓ તેમજ મોરલ સપોર્ટ સાથે સાથે ચRAC જાનીનુ માર્ગદર્શન અને ભાણવડ મામલતદાર દક્ષાબેન રીંડાણીની તપાસ તેમજ બાદની કાર્યવાહી કરતા પ્રકરણ ગંભીર લાગ્યુ અને આ પગલાનો હુકમ કર્યો છે કેમકે તપાસ દરમ્યાન અમુક બાબતો 2019 ના વર્ષથી શંકાસ્પદ લાગતા જિલ્લા કલેકટરની સુચનાથી વધુ સઘન તપાસ કરવામા આવી હતી
-હાલારના રેશનકાર્ડ ધારકો છે હેરાન
કોમ્પ્યુટરાઇઝડ સ્લીપ ન આપે-લેપટોપ હોય (અમુક સ્થળે તો તે પણ નથી)પ્રિન્ટર તો mostly હોય જ નહી વજન પ્રમાણીત કર્યા ના દાખલા નહી બોર્ડ તેમજ સ્ટોપત્રક મેન્ટેઇન ન થવા ગરીબો સાથે સુચારૂ વ્યવહાર પણ નહી બોગસ કાર્ડ અને વધુ નામો માલ ઉપરથી નથી આવતો ના જવાબ…લાયસન્સ ધારકના બદલે બીજાઓ ચલાવે વોર્ડ…દુકાન ટાણે કટાણે ખુલે….કોઇ નિયમીતતા નહી…વહેલી સવાર અને રાત્રે સસ્તા અનાજ ની છકડા ટેમ્પામા હેરાફેરી તો અમુક તો પુરવઠા ગોડાઉનથી જ સીધા સોદા પાડી દેવાય છે…..વગેરેથી અંતે તો હેરાન થતા ગરીબો નો અવાજ દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્રની જેમ હાલારમા બધા જ જવાબદારો આવુ કામ કરશે ?આવુ જ જામનગરની હાલત હોઇ હવે અમૃત વર્ષમાં જામનગર જિલ્લા પુરવઠા કચેરી અધીકારી દ્વારકા જિલ્લાની માફક તપાસ કરી પગલા લેવા ઘટે છે તેમ ગરીબોનો પોકાર છે.