Mysamachar.in-ખંભાળિયા:
જામનગરના નવાગામ વિસ્તારમાં પરિણીતાની પાછળ પડીને ધરારથી સંબંધ બાંધવા મામલે યુવકે ઘરમાં ઘુસીને પરિણીતાની ઇજ્જત લૂંટવાના પ્રયાસના બનાવને ગણતરીની કલાકો થઈ છે,ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં પરિણીતા સાથે સંબંધ રાખવા બાબતે વિપ્ર શખ્સએ પરિણીતાના ઘરમાં ઘુસીને ફડાકાવાળી કરી ઘરવખરી સળગાવી નાખીને મારી નાખવાની ધમકી આપ્યાનો ઉપરા ઉપરી બીજો બનાવ સામે આવ્યો છે,
શરમજનક બનાવની મળતી વિગત મુજબ જામખંભાળિયામાં રહેતી સોનલબેન હિતેશભાઈ સોમૈયાને જામખંભાળિયામાં જ સામત એપાર્ટમેન્ટ,અતિથિ હોટલની બાજુમાં,સ્ટેશન રોડ પર રહેતા કરન વિશુભાઈ જોષીના પરિચયમાં આવી હતી,
ત્યારબાદ સોનલબેનને કરન જોષીએ ભાડે મકાન અપાવ્યું હતું,દરમ્યાન સોનલબેનએ કરન જોષી સાથે સંબંધ કાપી નાખ્યા હતા,આથી ઉશ્કેરાયેલા કરન જોષી સાથે સોનલબેન સંબંધ ન રાખતા તેના ઘરે દોડી જઈને મકાન ખાલી કરાવવા માટે સોનલબેન પર હુમલો કરી ફડાકાવાળી કરીને સોનલબેનની પુત્રીને પણ ગાળો આપીને ઘરમાં રહેલ ઘરવખરીમાં ગાદલું સળગાવી નાખી ભારે દંગલ મચાવતા અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,
સોનલબેને પોતાના પર બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા કરન જોષી સામે ગુન્હો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આમ જામનગર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મહિલા પર ઘરમાં ઘુસીને મારામારીના બનાવની બીજી ઘટના સામે આવતા હાલારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી નબળી પડતી જતી હોવાનો પુરાવો આપી રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.