Mysamachar.in-ખંભાળિયા:
સંતાન પ્રાપ્તિ માટે અનેક દંપતીઓ દુવા અને દવા કરીને વંશ વારસો વધારવા માટે ઈચ્છા ધરાવતા હોય છે અને બાળકનો જન્મ થાય એટલે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ જાય છે,
તેવામાં પ્રથમ ડીલીવરીમાં જ મહિલાનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં કેવો કલ્પાંત થાય છે તેની કલ્પના જ કરવાની રહે છે, એકબાજુ પુત્રનો જન્મ તો બીજી તરફ પત્નીનું મોત થતા પરિવારમાં ખુશી વચ્ચે ગમનું વાતાવરણ કુદરતે નિર્માણ કરતા વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે,
સમગ્ર બનાવની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તીરૂપતિ સોસાયટીમાં રહેતા રોહિતભાઈના ધ્રુતિબેન સાથે ધામધૂમપૂર્વક લગ્ન થયા હતા અને લગ્નજીવન બાદ ધ્રુતીબેનને સારા દિવસો આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ધ્રુતિબેનને ડીલીવરી માટે ખંભાળિયાની ડો.શાલીનીબેન પટેલની હોસ્પીટલમાં ત્રણ દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા,
દરમ્યાન ગઇકાલે ધ્રુતીબેનને પ્રસુતિની પીડા ઉપડતા તાકીદે હોસ્પીટલમાં તબીબ દ્વારા ડીલીવરી કરવા માટે સીઝરીયન કરવાનું શરૂ કર્યું હતુ અને સીઝરીયન દરમ્યાન ધ્રુતીબેન બાળકને જન્મ આપ્યા બાદ મોત નીપજયું હતુ અને તબીબો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને તબીબો દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યું હતું,પરંતુ માતા બાળકને જન્મ આપીને આ દુનિયામાંથી વિદાઇ લીધી હતી,
આ બનાવમાં ખંભાળિયા-પોરબંદર રોડ પર આવેલ ડો.શાલીની પટેલની હોસ્પિટલમાં ધ્રુતીબેનનું ડીલીવરી દરમ્યાન સીઝરીયનમાં તબીબની બેદરકારીના કારણે મૃત્યુ થયાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે,ત્યારે પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે,
ખંભાળિયામાં પ્રથમ ડીલીવરીએ જ પરિણીતાનું તબીબની કથિત બેદરકારીથી મોત નીપજતા ભારે અરેરાટી ફેલાઈ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.