Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં વીજચોરી ઝડપવામાં આવી રહી છે, વીજચોરી સામે આવે ત્યારે અને વીજચોરી ઝડપવા જતા સમયે જેની સખ્ત જરૂર હોય તેવા GUVNL પોલીસ સ્ટેશન જામનગરમાં જ પૂરું મહેકમ ના હોવાનું સામે આવ્યું છે, વાત એવી છે કે જામનગર જેટકો કચેરીના પટાંગણમાં GUVNL પોલીસ સ્ટેશન કાર્યરત છે, આ પોલીસ સ્ટેશન મંજુર થયું ત્યારે તેનું કુલ 31 સ્ટાફનું નું મંજુર થયેલ મહેકમ છે, જેમાં 1 પી.આઈ, 2 પીએસઆઈ, બાકી ASI હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ મળીને 31 નો સ્ટાફ થાય પણ જામનગરના આ પોલીસ મથક અસ્તિત્વમાં આવ્યાને 5 વર્ષ થયા આજની સ્થિતિ એ વાત કરવામાં આવે તો 1 PSI અને 6 સ્ટાફ વચ્ચે બંદોબસ્ત તપાસ સહિતની કાર્યવાહીનું ગાડું ગબડાવામાં આવે છે, ચોરી ઝડપાયા બાદ ગુન્હા દાખલ કરવા, તપાસ કરવી, કોર્ટ કામગીરી, બંદોબસ્ત, સહિતની કામગીરી માટે પર્યાપ્ત સ્ટાફના હોવાનું જાણવા મળે છે.સ્ટાફને અભાવને કારણે અંદાજે 13000 કેસ વધુ કાર્યવાહી અર્થે પેન્ડીગ હોવાનો એક આંક પણ સામે આવી રહ્યો છે ત્યારે GUVNL પોલીસ સ્ટેશનમાં મહેકમ મુજબ સ્ટાફની ભરતી થાય તો વધુ અસરકારક રીતે કામ થઇ શકે તેમ છે.