Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં વધુ એક પૂર્વ કર્મચારી સામે અપ્રમાણસરની મિલકત અંગેનો ગુન્હો એન્ટી કરપ્શન બ્યુરોએ દાખલ કર્યો છે, જામનગર જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા હતા તે પૂર્વ કર્મચારી એવા આરોપી દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર,તત્કાલીન વર્ક આસીસ્ટન્ટ વર્ગ-3 જે હાલ નિવૃત વિરૂધ્ધ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલ્કતવસાવ્યાની અરજી થયેલ. જે અરજીની પ્રાથમિક તપાસ દરમ્યાન તા.01/02/2005 થી તા.31/3/2015 ના સમયગાળા દરમ્યાન પોતાના તથા પોતાની પત્ની તથા પોતાના પુત્ર તથા પોતાની પુત્રીના નામે સ્થાવર જંગમ મિલ્કતોમાં કુલ રોકાણ ખર્ચ કુલ રૂ.79,35,82 નું કરેલા છે. જયારે તેમની તથા તેમના પત્ની તથા તેમની પુત્રીની આ સમયગાળા દરમ્યાનની કાયદેસરની કુલ આવક રૂ.54,58,591ની થાય છે અને તેટલું જ રોકાણ કરવા તેઓ સક્ષમ છે.
તેમ છતાં આરોપી દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે પોતાની જામનગર જીલ્લા પંચાયત ખાતેની રાજ્ય સેવક તરીકેની કાયદેસરની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીતરસમો અપનાવી, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહીતગેરવર્તણુંક આચરી, લાંચીયાવૃતિથી પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર અવેજ દ્વારા નાણાં મેળવીતે નાણાંમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં રૂ.24,77,235ની અપ્રમાણસરની મિલકતો વસાવેલ હોય જે આવકના પ્રમાણમાં 45.38% નું સ્થાવર જંગમ મિલ્કતોમાં અપ્રમાણસરનું રોકાણ કરેલ હોવાનુંતપાસ દરમ્યાન ફલીત થયેલ હોય, જેથી તેના વિરૂધ્ધ પ્રાથમિક તપાસના અંતે આજરોજ પોલીસઇન્સ્પેકટર જામનગર એ.સી.બી. પોલીસ મથક દ્વારા સરકાર તરફે ફરીયાદી બની જામનગર એ.સી.બી. પો.સ્ટે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988ની કલમ 13(1)ઇ તથા 13(2) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

























































