Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન મનીષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં એક ખુબ મહત્વપૂર્ણ, સંવેદનાસભર અને દિવ્યાંગોને દિવાળીની ભેટ સમાન નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે સ્ટે.ચેરમેન મનીષ કટારીયાના જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં હાલ જે સીટી બસો ચાલી રહી છે તેમાં મુસાફરી કરતા દિવ્યાંગો માટે વિનામૂલ્યે શહેરી વિસ્તારમાં મુસાફરી થઇ શકે તે માટેની એક સંસ્થાની પણ માંગણી હતી માટે આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ માટે સભ્યો અને અધિકારીઓ સાથે પરામર્શ કરી અને દીવ્યાંગો એસટી વિભાગ દ્વારા નક્કી કરેલ ધારધોરણમાં આવતા હશે તો તેને સીટી બસમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળશે અને આ નિર્ણયની ટૂંકસમયમાં અમલવારી થશે તેમ તેવોએ વાતચીતના અંતે જણાવ્યું હતું.

























































