Mysamachar.in-જામનગર
રાજ્યના હવામાંન વિભાગ દ્વારા જે રીતે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે આગાહી ક્યાંક ને ક્યાંક જામનગર જીલ્લાના કાલાવડ પંથકમાં સાચી ઠરી રહી હોય તેમ આજે એક દિવસના વિરામ બાદ આજે ફરી વરસાદ વરસવાનું શરુ થયાના એહવાલો અમારા સ્થાનિક પ્રતિનિધિના જણાવ્યા મુજબ તાલુંકામાં આજે ફરી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરુ થયો છે. તાલુકાના પીઠડિયા નં 2 , પીઠડિયા નં 4, સુમરી, અમરાપર, નાગાજાર ખારાવેઢા,વગેરે આજુબાજુના ગામોમાં અસહ્ય ગરમી બાદ વરસાદતો તાલુકાના પીઠડિયા ગામે કરા સાથે વરસાદ પડયાના અહેવાલ મળી રહ્યા છે. કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોના ઉનાળુ પાક મગ, અને બાજરીના પાક માં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે.