Mysamachar.in-જામનગર
એક સમય હતો કે ઘરઆંગણે ચકલીઓનો કલબલાટ સાંભળવા મળતો.. અને ઘરઆંગણું હર્યુભર્યુ લાગતું… પણ છેલ્લા કેટલાય વર્ષોથી ચકલીઓ ઘર આંગણે જોવા નથી મળતી તેના ઘણા બધા કારણો છે.. પણ આજે 20 માર્ચ જયારે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે ચકલીઓને બચાવવા તેના માળાઓનું વિતરણ જામનગરમાં પક્ષીપ્રેમીઓ વિશ્વાસ ઠક્કર, ફિરોજખાન પઠાણ સહિતની ટીમ દ્વારા કરવામાં આવે છે. ચકલી જેવું પક્ષી હવે ઓછું જોવા મળે છે. આકાશમાં ઊડતું માળામાં રમણીય દેખાતું આ પક્ષી ઓછા પ્રમાણમાં જોવા મળે છે, વિશ્વ ચકલી દિવસ મનાવવા પાછળનો હેતુ ઘરચકલી અને તેના જેવા નાના પક્ષીઓને શહેરી વાતાવરણમાં તેઓની વસ્તીમાં થતા ઘટાડો તેમજ વિનાશના કારણે લોકો સુધી પહોચાડવા માટેની જાગૃતતા લાવવા માટેનો છે.

આજના બદલાતા પર્યાવરણ અને વધુ પડતા શહેરીકરણ, નળીયા અને કાચાં ઘરોના સ્થાને બિલ્ડિંગો દ્વારા લેવાતા અને તેમજ ખેતરાળ વિસ્તારમાં વધુ રાસાયણિક ખાતર જંતુનાશકોનો વપરાશ અને લોકોની પક્ષીઓ પ્રત્યેની કેટલીક સંકુચિત માન્યતાને કારણે આ પક્ષીઓના આશારાઓ છિનવાઈ ગયા હોય તેમ લાગે છે, ચકલી બચાવ માટે ઘરની આજુબાજુ બુટ-ચંપલનાં ખાલી બોક્ષમાં ચકલી પ્રવેશે તેટલું નાનું કાણું પાડી ચકલી માટે ઘર બનાવી શકાય અને અન્ય પક્ષીઓના પાણી પીવા માટેના નાના બાઉલ મૂકીને આ અસહ્ય ગરમીમાં પાણીની વ્યવસ્થા કરી શકાય અને તેમને બાજરો અને કણકી આપી શકાય. આજે પણ જામનગરના પક્ષીપ્રેમીઓ દ્વારા ડીકેવી સર્કલ નજીક ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યું તેને પ્રોત્સાહિત કરવા માટે મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટી ચેરમેન મનીષ કટારીયા પણ હાજર રહ્યા હતા. અને લોકોને ઘર આંગણે ચકલીનો માળો લગાવવા અપીલ કરી હતી.

























































