Mysamachar.in-જામનગર
નાણા ચુકવીને કોઇપણ વસ્તુ કે સેવા લેવામા આવે અથવા એ વસ્તુ કે સેવા અન્ય વ્યક્તિ ઉપયોગમા લે તે ગ્રાહક છે આ માટે કાયદો અમલમા છે તેની જાણકારી ગ્રાહકોએ મેળવવી જોઇએ તેમ નિષ્ણાંતોનુ કહેવુ છે જે માયસમાચારના વંચકોને આ પહેલા પણ જણાવ્યુ છે, ત્યારે વીજળી, પોસ્ટ, પાણી, કુરિયર, તબીબી, મુસાફરી, મોબાઇલ નેટવર્ક, ઇન્ટરનેટ, કેબલ કનેક્શન વગેરે જે સેવા મેળવાય છે તેમા ખામી હોય તો વળતર મેળવી શકાય છે હા,એ માટે જાણકારી અને જાગૃતતા જરૂરી છે કેમકે વાંચકોને અગાઉ જણાવેલુ તેમ સરકારના આ અંગેના કાયદા મુજબ ગ્રાહક ગમે ત્યારે ખરીદી કરે ત્યારે વસ્તુ વિષે માહિતીનો અધિકાર વપરાશ ચીજ સામે સલામતીનૉ અધિકાર, નુકસાન સામે વળતરનૉ અધિકાર, ખરીદી વિષે પસંદગીનો અધિકાર, ફરિયાદ કરવાનો અધિકાર,ગ્રાહક શિક્ષા મેળવવાનો વગેરે અધીકાર ધરાવે છે તેનો ઉપયોગ કરવો જોઇએ,
આ અંગે સરકારના લગત વિભાગના જણાવ્યા મુજબ વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સેવાઓની વારંવાર આવશ્યકતા રહેતી હોય છે. જેમ-જેમ જીવવાની રીત-રસમો બદલતી જાય છે, તેમ તેમ તેની સામે જુદી- જુદી સેવાઓનો વ્યાપ પણ વધવા પામે છે, આ પ્રકારની સેવાઓ આપનાર સંસ્થાઓ, પેઢીઑએ ગ્રાહક મેળવવા માટે આ સ્પર્ધાત્મક યુગમાં તૈયાર રહેવું પડતું હોય છે, આવશ્યક સેવાઓ જેવી કે વીજળી, પાણી, ગટર સેવા, ગેસ સેવા તેમજ સ્વૈચ્છિક સેવાઓ જેવી કે ટેલિફોન, તાર-ટપાલ વ્યવહાર, થિયેટરો, તાલીમી સંસ્થા તેમજ અન્ય સેવાઓ કે જ્યાં અવેજ એટલે કે પૈસા લઇને સંસ્થા વ્યક્તિઓ સેવાઓ આપતા હોય છે. તે સેવાઓમાં કોઇ ઉણપો હોય અને તે અંગે વ્યક્તિએ સમયસર જરૂરિંયાતના સમયે સેવા પ્રાપ્ત ન થાય તેવા સંજોગોમાં ગ્રાહક તરીકે “નાણાં ચુકવીને મેળવેલ સેવાઓ અને ગ્રાહકના હક્કો” નિયમો હેઠળ વળતર મેળવવા ગ્રાહક સુરક્ષા ફોરમ મા તોલમાપ કચેરીએથી માર્ગદર્શન લઇ ફરિયાદ કરી શકાય છે,

એકંદર છેતરાયાનો અનુભવ થાય તો પોતાના હક માટે જિલ્લા ગ્રાહક ફોરમનૉ સંપર્ક કરી શકાય ત્યાંથી બધીજ માહિતીની પુસ્તીકાઓ મેળવી શકાય કે મૌખીક માર્ગદર્શન મેળવી શકાય છે, જોકે આ અંગે તંત્રએ સતત લોકોને જાણકારી આપવી ચેકીંગ કરવા તપાસ કરવી જાગૃતિ લાવવા અવાર નવાર પ્રચાર પ્રસાર કરવો જોઇએ વર્ષમા માત્ર બે વખત બહાર ડોકીયુ કરતુ તંત્ર ગ્રાહકોના અધીકાર જાળવવા નોંધપાત્ર કામ કરતુ ન હોવાના આક્ષેપ જાણકારો કરે છે,
પોતાના ગ્રાહકોના નંબરો અન્ય ધંધાદારી સંસ્થાઓને મોબાઇલ કંપનીઓ આપી દે છે અને એ કંપની કોઈપણ સમયે ફોન એસએમએસ કરી પરેશાની ઉભી કરે, વીજળી સેવાના વારંવાર ધાંધીયા, વધારે બીલ આવવું, નોટિસ આપ્યા વગર વીજજોડાણ બંધ કરી દેવું, દંડની રકમ ભરાયા પછી પણ પુનઃ વીજજોડાણમાં ઢીલ, નવાં જોડાણ મેળવવામાં અનુચિત વિક્ષેપ વિલંબ, ટ્રાન્સક્રોર્મર ખુલ્લા મૂકી દેવાં પરિણામે માણસો અને પશુઑને અકસ્માત થવાની શક્યતા આવી સ્થિતિમાં વળતરનો પ્રશ્ન વગેરે બાબતે ગ્રાહક સુરક્ષામા જઇ શકાય
તેવીજ રીતે ટપાલ સેવા કુરિયર સેવામા ખામી હોય તો સિનેમાથિયેટર પાર્કિંગ વ્યવસ્થા તેમજ મલ્ટીપ્લેક્ષ થિયેટરોમાં પેકિંગમાં વેચાતી ખાદ્યસામગ્રી કે પાણીની બોટલો ઉપર વધારે ભાવ લેવામાં આવે છે, આ બાબત પેકિંગ કોમોડિંટિઝ એકટના ખુલ્લેઆમ ભંગ સમાન છે. કોઈ સિનેમા થિયેટર કે હોટલો છાપ્યાથી વધારે કિંમત લઈ શકે નહીં સિવાય કે એ પેકેટ કે બોટલ ખોલીને ગ્રાહકોના ટેબલ ઉપર પીરસીને સેવા બદલ વધારે ભાવ લે,વગેરે અનેક બાબતો એવી છે કે ઘણી સર્વિસમા ખામી હોય તો ફરિયાદ ગ્રાહક સુરક્ષા ફોરમમા કરી શકાય છે.
























































