mysamachar.in-જામનગર
છેલ્લા કેટલાક વર્ષોથી ૩૧ ડીસેમ્બર નું ચલણ ગુજરાતની સાથે સાથે જામનગરમાં પણ વધી રહ્યું છે,અને ખાસ કરીને યુવા હૈયાઓ ૩૧ ડીસેમ્બરની મોડીરાત સુધી ઉજવણી કરતાં હોય છે,આવી જ ઉજવણીઓમા ક્યારેક ના બનવાની ઘટનાઓ બનવા પામતી હોય છે,તેને રોકવા માટે જામનગર પોલીસે એક ચોક્કસ પ્રકારનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે,
જેમાં અત્યારથી જ રાત્રીના સમયે વાહનો ચેકિંગ સાથે પ્યાસીઓ નું પણ ચેકિંગ બ્રીથ એન્લાઈઝર મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે,૩૧ ડીસેમ્બરની ઉજવણીમાં દારૂનું દુષણ ના ઘુસી જાય અને આવારા તત્વો નશો કરીને છાકટા ના બને તે માટે જામનગર પોલીસ સતર્ક બની છે,
એ.એસ.પી.સંદીપ ચૌધરી ના જણાવ્યા પ્રમાણે જામનગર જીલ્લા પોલીસ દ્વારા ૩૧ ડીસેમ્બરની સ્પેશિયલ સ્કીમ તૈયાર કરવામાં આવી છે,જે અંતર્ગત જુદા જુદા ચેકિંગ પોઈન્ટ ને સુરક્ષિત કરવામાં આવ્યા છે,ઉપરાંત જીલ્લા લેવલ અને પોલીસ સ્ટેશન લેવલ નું માઈક્રો પ્લાનીંગ તૈયાર કરાયું છે,જેમાં પાર્ટીપ્લોટસ્,ફાર્મહાઉસ,સહિતના પાર્ટી થઇ શકે તેવા સ્થળોના આયોજકો સાથે મીટીંગો તો કરાઈ છે,વધુમાં પોલીસ પણ આવા સ્થળો પર નજર રાખીને ૩૧ ડીસેમ્બરની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે માટે યોગ્ય બદોબસ્ત રાખશે તેમ પણ જણાવ્યું હતું.