mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં જામજોધપુર, ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સત્તા મેળવવામાં ભાજપને સફળતા મળ્યા બાદ આજે જોડીયા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામ્યો છે આજ સવારથી જ મતદાની પ્રક્રિયા ચાલી રહી છે,
જોડીયા માર્કેટિંગ યાર્ડ પર ભાજપનો દબદબો હોય તેવામાં આજે ૧૪ બેઠકોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ભાજપ પ્રેરિત પેનલમાં યાર્ડના પૂર્વ ચેરમેન ધરમશીભાઈ ચનીયારાની પેનલ સામે કોંગ્રેસના આગેવાન પૂર્વ જોડીયા તાલુકા પંચાયતનાં પ્રમુખ અને હાલ સભ્ય જીવણભાઇ કુંભાવડીયા પ્રેરિત પેનલ વચ્ચે સીધો જ જંગ છે,
જોડીયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત,વેપારી અને ખરીદ-વેંચાણ સંઘની તમામ ૧૪ બેઠક પર ભાજપએ તેના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને ખરીદ-વેંચાણ સંઘમાંથી ખુદ ધરમશીભઈ ચનીયારા ચૂંટણી લડી રહ્યા છે,
જેની સામે કોંગ્રેસ પ્રેરિત પેનલએ ખેડૂત વિભાગમાં ૮,વેપારી વિભાગમાં માત્ર ૨ અને ખરીદ-વેંચાણ સંઘમાં ૧ ઉમેદવાર ઊભો રાખવામા આવ્યો છે, આમ કોંગ્રેસ પ્રેરીત પેનલમાંથી ૧૧ ઉમેદવારો ઊભા રાખવામા આવ્યા હોવાનું જાણવા મળે છે,
આજ સવારથીજ ઉતેજનાભર્યા વાતાવરણ વચ્ચે જોડીયા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી અન્વયે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને જામનગર સહકારી મંડળીના અધિકારી લોખંડેની દેખરેખ હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.