mysamachar.in-જામનગર
જામનગર પોલીસે જિલ્લામાં થી ભેળસેળયુક્ત ઘી અને દૂધ ઝડપી પાડ્યાના કિસ્સાઓ હજુ તો તાજા છે,ત્યાં જ દરેડ જીઆઇડીસીમાં બ્રાસપાર્ટના કારખાના વચ્ચે મોટાપાયે ડુપ્લીકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી છેલ્લા ધણાસમયથી ધમધમતી હોય તેવી બાતમીના આધારે જામનગર એલસીબીએ આજે ખરા બપોરે દરોડા પાડીને તમાકુની જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે,
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં તમાકુનું સેવન કરનારાનું ખુબજ મોટું પ્રમાણ હોય ત્યારે તમાકુની ડિમાન્ડને પહોચી વળવા માટે દરેડ જીઆઇડીસીમાં મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે છેલ્લા ચાર માસથી ડુપ્લીકેટ તમાકુ બનાવવા માટે કારખાનું ચાલુ કરીને સમગ્ર ગુજરાતમાં આ તમાકુ સપ્લાય કરવામાં આવતું હોવાનો ધટસ્ફોટ થયો છે,દરેડ જીઆઇડીસી ફેસ-૩ ના સેડ ન. ૪૪૮૦માં બે પટેલ શખ્સો નકલી તમાકુ બનાવવાની ફેક્ટરી ચલાવતા હોય જાણીતી બ્રાન્ડના ભળતા નામે અતિ હલકી ગુણવતાની તમાકુઓને પડીકીમા ભરી તેના નામની તમાકુ સસ્તા ભાવે ખરીદ કરીને બાગબાનની જાણીતી બ્રાન્ડના નાના મોટા ડબ્બામાં પેકિંગ કરીને દિવસ રાત કારખાનામાં ઉત્પાદન કરીને જામનગર,અમદાવાદ, સુરત સહિત ગુજરાતભરમાં છેલ્લા ચાર માસ જેટલા સમયગાળાથી ડુપ્લીકેટ તમાકુ સપ્લાય કરતાં હોવાનું એલસીબીની પ્રાથમિક તપાસમાં પર્દાફાશ થયો છે
હાલ દરેડ જીઆઇડીસી ફેસ-૩માં એલસીબીએ દરોડાની કામગીરી હાથ ધરીને ફેક્ટરી પરથી મોટા પાયે ડુપ્લીકેટ તમાકુનો જથ્થો, તમાકુની જાણીતી બ્રાન્ડના પેકિંગ બાગબાન-૧૩૮ ડબલા, મશીનરી સહિત અંદાજે ૯ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરીને ભેજાબાજ બન્ને પટેલ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,
આ કામગીરી એલસીબી પીઆઈ આર.એ.ડોડીયાની માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ગોજીયા અને ટીમના એએસઆઈ વશરામભાઈ આહીર,નિર્મલસિંહ જાડેજા,રઘુભા પરમાર,બશીર મલેક,ફિરોઝ દલ,ખીમભાઈ વગેરે સ્ટાફ એ કરી હતી,
અસલ જેવી જ પેકિંગ માટે શું કરવામાં આવતું..
તમાકુ નું સેવન કરનારાઓ ને ખ્યાલ ના આવે અને પડીકી અસલ જ લાગે તે માટે તમાકુની પડીકી અસલ જેવી પડીકી બનાવવા માટે જે ફેક્ટરી છે ત્યાં મશીનો મુકવામાં આવ્યા હતા,અને જે રીતે ઓરીજીનલ તમાકુ બનતી તે જ રીતે અહી મશીનમાં આવી પડીકીઓ બનાવવામાં આવતી હતી,
આ કલમો હેઠળ નોંધાશે ગુન્હો..
જે રીતે દરેડમા થી ડુપ્લીકેટ તમાકુ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે,અને ત્યાં થી ઝડપાયેલ બંને ઇસમો વિરુદ્ધ ટ્રેડમાર્ક એકટ,ડુપ્લીકેશન,અને વિશ્વાસઘાત છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવશે.