mysamachar.in-જામનગર
આમ તો આપણે ત્યાં જેલ નું નામ પડે એટલે ખુંખાર કેદીઓ નજરે આવી જાય,પણ એક યા બીજા કારણે જેલમાં પહોચેલા કેદીઓ મા પણ સુધારણા થાય તે માટેના પ્રયાસો જેલતંત્ર દ્વારા વર્ષ દરમિયાન સતત કરવામાં આવતા હોય છે,રાજ્યની જેલોમાં થોડો સમય પૂર્વે એવું હતું કે બદનામ જેલ નું નામ આવે એટલે જામનગર જીલ્લા જેલ નું નામ સૌ કોઈને યાદ આવી જતું,પણ સમય ની સાથે છેલ્લા કેટલાક સમયથી જીલ્લા જેલમાં પણ પરિવર્તન આવી રહ્યું છે,બદનામ જેલ તરીકે ઓળખાતી જામનગર જેલ ને છેલ્લા એક વર્ષ જેટલા સમયથી જેલઅધિક્ષક તરીકે નિષ્ઠાવાન અધિકારી તરીકે ની છાપ ધરાવતા વી.પી.ગોહિલ એ ચાર્જ સંભાળ્યો છે,ત્યાર થી તેવો જેલમા તમામ સુધારણાઓ કરવા અથાગ પ્રયાસો કરી રહ્યા છે,અને તેની અસર પણ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહી છે,
ત્યારે માયસમાચાર ની ટીમ જામનગર જીલ્લા જેલ ખાતે પહોચી જ્યાં માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે,જેની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે,જામનગર જીલ્લા જેલમાં પણ માતાજીની આરાધના કેદીઓ દ્વારા કરવામાં આવી રહી છે,જે રીતે બહાર નવ દિવસ માતાજીના મઢની સ્થાપના કરી અને માતાજીની આરાધના કરવામા આવી રહી છે,બપોરે ૩:૩૦ થી માંડી ને ૫:૩૦ સુધી એમ સતત બે કલાક જેલના કેદીઓ દ્વારા સર્વધર્મ સમભાવનાના વાતાવરણ વચ્ચે મા ની આરાધના કરવામાં આવે છે,જેલના કેદીઓ પૈકી ૨૫ જેટલા કેદીઓ તો એવા પણ છે કે જે નકોરડા ઉપવાસ કરીને પણ નવરાત્રી ની આરાધના કરે છે,જયારે જેલમાં પણ ગરબાના સુરો રેલાય ત્યારે જાણે જેલ પણ એક અનોખા આધ્યાત્મિક વાતાવરણમાં ફેરવાઈ જાય છે,જામનગર જીલ્લા જેલમાં હાલ ૪૮૦ કેદીઓ છે,જેમાં થી ૪૫ કેદીઓ પાકાકામના છે,જયારે ૧૪ મહિલા કેદીઓનો પણ સમાવેશ થાય છે.