mysamachar.in-જામનગર
હાલ સમગ્ર જિલ્લામાં રોગચાળાનો ભરડો દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,અને તાવ,ચીકનગુનિયા,મેલેરિયા,ડેન્ગ્યું અને સ્વાઈનફલુ જેવા રોગચાળાનો કહેર વધી રહ્યો છે એવામાં જામનગર નજીક આવેલ ચેલા એસઆરપી ગ્રુપના જવાનને પણ સામાન્ય તાવની બીમારી બાદ ખાનગી તબીબ પાસે સારવાર લીધા બાદ બેદરકારી થી મોત થયાનો આક્ષેપ થઇ રહ્યો છે
જસદણ તાલુકાના રહીશ અને જામનગરના ચેલા એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા ૨૮ વર્ષીય અશ્વિનમાંડાણીને થોડા દિવસો પૂર્વે સામાન્ય તાવ આવી જતા,અશ્વિન માંડાણીએ દરેડ નજીક આવેલ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલો જ્યાં ખાનગી તબીબ દ્વારા તેને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું,
જે બાદ બીજા દિવસે એસઆરપી ના આ જવાનને પગમાં અસહ્ય દુખાવો થતા તેણે જામનગરની ખાનગી હોસ્પિટલ અને જે બાદ જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા મૃતક જવાનના પરિવારજનો દ્વારા દરેડ ની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારી નો આક્ષેપ કરી અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી તપાસની માંગણી પણ કરી છે.