mysamachar.in-જામનગર
ગુજરાતમાં સૌથી વગોવાયેલ કોઈ કચેરી હોય તો તે R.T.O. છે અને ગુજરાત સરકારની તિજોરી ભરવામાં પણ ભારે મદદરૂપ આ કચેરી જ થાય છે ત્યારે એજન્ટોથી ધેરાયેલ આ કચેરીમાં વ્યાપક ગોબાચારી ખુલ્લેઆમ આચરવામાં આવતી હોવાનું પણ જગજાહેર છે,તેવામાં આજે સમગ્ર ગુજરાતમાં R.T.O. દ્વારા સ્કૂલ વાહનોનું ચેકીંગ હાથ ધર્યું છે જેના ભાગરૂપે જામનગરમાં પણ R.T.O.ના કહેવાતા બાહોશ અધિકારીઓ એ ઉપરથી આવેલ આદેશ ના પગલે ચેકીંગની કાર્યવાહી હાથ ધરીને સ્કૂલ વાહનો સામે પકડા પકડી ની રમત કરી હતી,
ઉપરથી આદેશ હોવાથી જામનગર R.T.O. કચેરી દ્વારા આજે સવારથીજ ખાનગી સ્કૂલના વાહનો ઉપર રીતસરની ધોંસ બોલાવીને આજ બપોર સુધીમાં 30 જેટલા સ્કૂલના વાહનોને પરમીટ ભંગ કરવા બદલ પકડવામાં આવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જામનગર R.T.O. કચેરી દ્વારા ઉપરથી આદેશ હોવાથી આજે કરેલ કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, R.T.O.ના નિયમો વર્ષો જુના છે તેનું પાલન કરવું જ જોઈએ અને ખાસ કરીને સ્કૂલના વાહનો અંગે ચોક્કસ માર્ગદર્શિકા પહેલેથી જ નક્કી હોય તો આવી રીતે સ્કૂલના વાહનધારકો ને પરેશાન કરવાની નોબત જ ન આવે,ગુજરાતમાં એકમાત્ર એસ.ટી. વિભાગ પાસે જ કેઝયુલ પરમીટ ધરાવે છે, આથી એસ.ટી. બસ રસ્તામાંથી ગમે ત્યાંથી મુસાફરોને બેસાડી શકે છે, જેની સામે ખુલ્લેઆમ ખાનગી ટ્રાવેલ્સવાળા પરમીટનો ભંગ કરે છે અને R.T.O. અધિકારીઓને ખ્યાલ પણ છે છતાં કોઈ એક્સન ન લેવાતા આજે પરિસ્થિતિ એ છે કે ખાનગી ટ્રાવેલ્સવાળા નફો કરે છે
તેની સામે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ [ એસ.ટી. ] ખોટ કરી રહ્યું છે આ નગ્ન સત્ય છે,પણ ખાનગી ટ્રાવેલ્સો પર તવાઈ તો આવશે પણ તે પણ જેમ સ્કૂલવાન પર ઉપરથી તૂટી પડવાનો આદેશ આવ્યો તેમ ટ્રાવેલ્સો માટે પણ આદેશ આવશે ત્યારે જ કાર્યવાહી થશે તેવું લાગી રહ્યું છે.