mysamachar.in-જામનગરઃ
ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવતા સરકારી ગ્રાન્ટના કામોમાં મજુરોના ચુકવણા પણ ચેકથી કરવાના સરકારના નવા ફતવા સામે જામનગર તાલુકાના સરપંચોએ વિરોધ નોંધાવીને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જામનગર તાલુકાના તમામ સરપંચો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે,સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતને ચેકથી પેમેન્ટ કરવા સામે સરપંચોને ઘણી મુશ્કેલી પડતી હોય,મજૂરો ચેક લેવાની ના પાડીને કામે આવતા નથી અન્ય છુટક ધંધાર્થીઓ ગ્રામપંચાયતે માલ-સામાન આપતા નથી આવી સમસ્યાનો ગ્રામપંચાયતને સામનો કરવો પડે છે
જેની સામે સરપંચો દ્વારા ઈન્ક્મ ટેક્સ કપાતની પ્રથા રદ કરવા,ચેકથી પેમેન્ટનો નિર્ણય રદ કરવા,હયાત બેંકમાં ખાતા બંધ કરીને ખાનગી બેંકમાં ખાતા ખોલવાનો સરકારનો નિર્ણય રદ કરવા,ટેન્ડર ફિ પ્રથા બંધ કરવા સહિતની માંગણી સાથે સરપંચો દ્વારા સરકારના નવા ફતવા સામે યોગ્ય થવા જિલ્લા વિકાસ અધિકારી જામનગરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.