mysamachar.in-જામનગર:
જિલ્લાનો એક ઉચ્ચ અધિકારી કેવો હોવો જોઈએ…તેનું તાદ્રશ ઉદાહરણ એટલે તાજેતરમાં જ બદલી પામેલા જામનગર જીલ્લા પોલીસવડા પ્રદીપ સેજુળ,પ્રદીપ સેજુળ નો જ્યારથી બદલીનો ઓર્ડર આવ્યો ત્યારથી જ જામનગરના સામાન્ય નાગરિકો થી માંડીને પોલીસ વિભાગ પણ તેમના કાર્યકાળ મા થયેલ કામગીરી અને સેજુળની કાર્યદક્ષતાની પ્રશંશા કરતાં હતા,જામનગર નો લગભગ એક પણ પોલીસ કર્મચારી કે નાગરિક એવો નહિ હોય કે જેને પ્રદીપ સેજુળની બદલીનો વસવસો ના હોય કારણ કે અધિકારી એ કરેલ કામોની ખોટ આવનાર વર્ષોમાં ચોક્કસ થી વર્તાશે તેવા મેસેજ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા,એવામાં વાત છે ગતરાત્રીના એસપી બંગલોની સામાન્ય રીતે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની છાપ નીચલા સ્ટાફથી અંતર રાખવાની જોવા મળતી હોય છે,પણ જયારે એસપી સેજુળ જામનગર થી વિદાય લઇ રહ્યા હતા,ત્યારે એલસીબી એટલે એસપીની સીધી જ દેખરેખ હેઠળ ચાલતી બ્રાંચ,એલસીબી સ્ટાફ જયારે એસપી બંગલે પહોચ્યો ત્યારે એસપી સેજુળએ તેમના નીચલા સ્ટાફથી અંતર રાખવાને બદલે સ્ટાફ ના એક એક વ્યક્તિને વ્યક્તિગત રીતે મળી તેની સાથે હાથ મિલાવી અને જાદુની ઝપ્પી આપી જાણે પોતાના જ પરિવારના સભ્યો હોય તે રીતનું આઈપીએસ અધિકારી ની ખેલદિલી જોઈ સ્ટાફ પણ હતપ્રભ બની ગયો હતો,વધુમાં આવનાર વર્ષોમાં પણ જિલ્લા માટે આખોય સ્ટાફ ગુન્હાખોરી નાબુદ કરવા સતત પ્રયત્નશીલ રહે અને સામાન્ય નાગરિકોની સાચી સેવા કરે તેવી ઈચ્છા પણ એસપી સેજુળ એ વ્યક્ત કરીએસપી સેજુળ ના સાડાત્રણ વર્ષના સમયગાળા દરમિયાન એલસીબી સ્ટાફ દ્વારા ખુબ જ મહત્વના કહી શકાય તેવા કેટલાય ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો તેને પણ ગઈકાલે એસપી સેજુળ એ યાદ કરી અને પોતાને જામનગર એલસીબી પર ગર્વ હોવાનું કહી અને પોલીસની પીઠ થપથપાવી હતી…