mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લામાં વરસાદ ની સીજન શરૂ થઇ મેઘરાજાએ શહેર અને જીલ્લા પર મેઘમહેર પણ કરી જોઈએ,પણ શું ખરેખર આજ દિવસ સુધી થયેલો વરસાદ પુરતો છે ખરા??શું હવે વરસાદના થાય તો પણ ચાલશે ખરા જયારે આ અંગે પડતાલ કરવામાં આવી ત્યારે સમગ્ર જિલ્લામાં આજ દિવસ સુધીમાં માત્ર સરેરાશ દસ ઈંચ જેટલો જ વરસાદ જામનગર ડીઝાસ્ટર કંટ્રોલ રૂમમાં નોંધાયો છે,
૨૭ જુલાઈ ૨૦૧૭ અને ૨૭ જુલાઈ ૨૦૧૮ આ ચોક્કસ એકવર્ષના આજના દિવસના જ વરસાદી આંકડાઓનો તાલમેલ કરવામાં આવે તો ગત વર્ષ આજ દિવસે જિલ્લામાં જરૂરિયાતનો જે વરસાદ થયો હતો તેનાથી માત્ર ૫૩% જ વરસાદ વરસ્યો હોવાનું સામે આવી રહેલા આંકડાઓ સ્પષ્ટ કરે છે કે હજુ સુધી જિલ્લામાં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી અને જીલ્લા પર ચિંતાના વાદળો હજુ પણ ઘેરાયેલ છે છતાં પણ ઉત્સાહી પદાધિકારીઓએ તો નવા નીરના વધામણા કરી અને જશ પણ ખાંટી લીધો છે
૨૭ જુલાઈ ૨૦૧૭ અને ૨૭ જુલાઈ ૨૦૧૮ ના આંકડાઓ અત્રે પ્રસ્તુત કર્યા છે જેમાં જુલાઈ ૨૦૧૭ સુધીમા ૨૯૫૬ એમએમ વરસાદ જયારે જુલાઈ ૨૦૧૮ સુધીમા ૧૫૭૭ એમએમ વરસાદ જ નોંધાયો છે,જે ગતવર્ષની સરખામણીએ આજ દિવસ સુધીનો માત્ર ૫૦% કહી શકાય તેટલો જ વરસાદ છે,૨૭ જુલાઈ ૨૦૧૭ સુધીનો વરસાદ (એમએમમા) જામનગર ૪૬૫, કાલાવડ ૪૯૯,ધ્રોલ ૪૩૭,જોડિયા ૭૦૪,લાલપુર ૩૮૦,જામજોધપુર ૪૭૧ જયારે ૨૭ જુલાઈ ૨૦૧૮ સુધીનો વરસાદ જામનગરમાં ૨૮૨,કાલાવડમાં ૩૭૮,ધ્રોલમા૧૦૦,જોડીયામાં ૮૨,લાલપુરમા ૨૮૫,અને જામજોધપુરમા ૪૫૦ એમએમ વરસાદ નોંધાયો છે..
આ સાથે જ આ વખત ચોમાસાની ઋતુમાં સૌથી ઓછો વરસાદ જીલ્લાના જોડિયા અને ધ્રોલ તાલુકામાં નોંધાયો છે જે પણ ચિંતાનો વિષય છે,ત્યારે મેઘરાજા હજુ પણ જીલ્લા પર મહેરબાન થાય તો જીલ્લા નું આવનાર વર્ષ સારું રહે અન્યથા અપૂરતા વરસાદને કારણે પાણીની તંગી જેવી સમસ્યાઓનું નિર્માણ પણ વહેલું થશે તો લોકોને જ હાલાકી ભોગવવાનો વારો આવશે.જામનગર ડીઝાસ્ટર કંટ્રોલ રૂમમાં અનુભવીઓની ટીમ કાર્યરત…
વરસાદની સીઝનમાં સૌથી વધુ જેના શીરે સતત એલર્ટ રહેવાની જવાબદારી હોય છે તે જામનગર ના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ખુબ જ અનુભવી અધિકારીઓ ની ટીમ હાલે કાર્યરત છે..જેવી વરસાદ કે આફતની પરિસ્થિતિ જેવું લાગે કે ટીમના મામલતદાર આર.એસ.હુણના માર્ગદર્શન હેઠળ ડીપીઓ ડીઝાસ્ટર મેનેજમેન્ટ યશવંતસિંહ પરમાર,નાયબ મામલતદારો હરેશભાઈ મહેતા,ધીરુભાઈ લુક્કા,નેમીશભાઈ પટેલ અને નાયબ ચીટનીશ જીલ્લા પંચાયત રાજુ ચાવડા સહિતની ટીમ સતત ખડેપગે રહી અને જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન સાધી અને પરિસ્થિતિઓ અંગે અવગત કરે છે.