mysamachar.in-જામનગર:જામનગરને મંદિરોની મોટીસંખ્યાને લઈને છોટીકાશી તરીકે પણ ઓળખવામાં આવે છે…તો જામનગરના નાગેશ્વર વિસ્તારમાં પણ ધાર્મિક સ્થાનકોની ખુબ મોટી સંખ્યા સાથે જ પ્રસિદ્ધ સિદ્ધનાથ અને નાગેશ્વર મહાદેવ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલ હોવાથી ભાવિકો રોજ મોટાપ્રમાણમાં આ વિસ્તારમાં થી પસાર થતા હોય છે..
ત્યારે જામનગર શહેરમા પડેલ વરસાદે જાણે તંત્રની પોલી ખોલી નાખી હોય તેમ રોડ પણ અનેક ઠેકાણે થી ખુલી જવા પામતા સ્થાનિકો અને અહીંથી રોજ પસાર થતા ભાવિકોમાં આ રસ્તાને લઈને મોટી ફરિયાદ ઉઠવા પામી હતી જેને અનુસંધાને હવે રહી રહીને પણ તંત્ર ને આંખ ઉઘડી હોય તેમ આ રસ્તાનું સમારકામ આજથી શરૂ કરવામાં આવ્યું છે..અને રસ્તાની મરામત થઇ ચુક્યા બાદ સ્થાનિકોને હાશકારો થશે…
જો કે માહિતી એવી પણ પ્રાપ્ત થઇ રહી છે કે એક વર્ષ પૂર્વ આ રસ્તો મહાનગરપાલિકા ની ભૂર્ગભ શાખા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો…ત્યારે હજુ તો થોડો જ વરસાદ આવ્યો છે ત્યાં જ આવું કેમ થયું પણ પ્રશ્ન છે…