mysamachar.in-જામનગર
સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી.જી.હોસ્પિટલની કાયાપલટ કરવામાં લાગેલ તંત્ર એ શહેર મા અન્ય સ્થળોએ પણ ડોકિયું કરવાની જરૂરિયાત હોય તેમ આ તસ્વીરો જોતા લાગે છે..જામનગર ના વિશ્રામવાડી નજીક મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્ર આવેલું છે..અને અહી આસપાસના સ્થાનિકો દવા લેવા માટે આવતા હશે..પણ આરોગ્ય કેન્દ્રની બોલતી તસ્વીરો આ વિસ્તારના જ પૂર્વ કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર સુરેશ આલરિયા એ પોતાના ફેસબુક પેઈજ પર મૂકી છે…જેમાં આરોગ્ય કેન્દ્રની આસપાસ ખદબદતી ગંદકી અને ત્યાં જ ઢોરનો થયેલ ઘેરાવ શું સ્પષ્ટ કરે છે..તે સમજી શકાય છે..
પણ અહી તો તંત્ર ને એકમાત્ર જી.જી.હોસ્પિટલ જ નજરે પડી ગઈ છે..ભલે ભાઈ ભલે તેની કાયાપલટ પણ કરજો પણ સાથે સાથે આવું કઈક કોઈક દિવસ ધ્યાનમાં આવે તો તેનું નિરાકરણ થાય તેવા પ્રયાસ પણ કરજો તો લોકો પણ સરાહના કરશે,,,