• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, June 29, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

શહેર મા ટ્રાફિકના અજગરી ભરડા વચ્ચે તંત્ર ને માત્ર જી.જી.હોસ્પિટલમા જ ટ્રાફિકની સમસ્યા દેખાઈ આવે છે..

My Samachar by My Samachar
July 7, 2018
in જામનગર
Reading Time: 1 min read
A A
શહેર મા ટ્રાફિકના અજગરી ભરડા વચ્ચે તંત્ર ને માત્ર જી.જી.હોસ્પિટલમા જ ટ્રાફિકની સમસ્યા દેખાઈ આવે છે..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

mysamachar.in-જામનગર:
જામનગર શહેર આખુંય ટ્રાફિક ના અજગરી ભરડામાં સપડાયેલું છે..કોમર્શીયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગ મા ગેરકાયદે દબાણો,તો ગેરકાયદેસર બાંધકામોનો ફાટી નીકળેલો રાફડો આ તમામ જગ્યા એ જામનગર ના બહાદુર તંત્ર ની નજર કા તો પહોચતી નથી અને કા તો કોઈક ની આંખની શરમ આડી આવે છે..એવામા છેલ્લા કેટલાય સમયથી તંત્ર પોતાની કામગીરી બતાવવા જી.જી.હોસ્પિટલને સોફ્ટટાર્ગેટ કરી રહી હોય તેમ લાગે છે…

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની જી.જી.હોસ્પિટલનું તંત્ર છેલ્લા કેટલાય સમયથી સદંતર ખાડે ગયેલું છે..જી.જી.હોસ્પિટલમાં તબીબોની તંગી,સ્ટાફનો અભાવ,સફાઈનો અભાવ,સિક્યુરિટી ની ખુલ્લેઆમ બતાઈ આવતી બેદરકારી સહિતની બાબતોને તંત્ર એ અત્યારસુધી કયારેય ધ્યાને લીધી નથી..અને હવે છેલ્લા કેટલાક દિવસોથી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓને હોસ્પિટલ પર અચાનક પ્રેમ ઉભરાઈ આવ્યો હોય તે પણ સમજાતું નથી…થોડા દિવસો પૂર્વે તો હોસ્પિટલમાં ટોઈંગ થી વાહનો ઉપાડવા માટેનો આદેશ થયા અને જે શરૂ થતા જ હોસ્પિટલમાં આવતા દર્દીઓ તેના સબંધીઓ અને ખુદ તબીબોને પણ ભારે હાલાકી ભોગવવી પડી અને કેટલાય લોકો પોતાનો રોષ તંત્ર સામે ઠાલવ્યો..
એ સમયે પણ સવાલો ઉઠ્યા હતા કે જો હોસ્પિટલ અંદર આવી અને ટોઈંગ થી વાહનો ઉપાડવા પડે તો જી.જી.હોસ્પિટલમાં વાર્ષિક લાખો રૂપિયાના ખર્ચે રાખવામાં આવેલ સિક્યુરિટી ના જવાનો શું માત્ર કાગળ પર જ છે…??એવામાં તંત્રને ગઈકાલ સાંજથી પેટમાં ચૂક ઉપડી હોય તેમ જી.જી.હોસ્પિટલના મુખ્ય દરવાજો થોડીવાર પૂરતા  બંધ કરી દેવામાં આવતા દર્દીઓ અને તેના સબંધીઓ મા ભારે અફડાતફડી મચી જવા પામી હતી.. 

જો સુચારુ વ્યવસ્થા ની જ વાત હોય તો તેનાથી કોઈ ને કાઈ વાંધો ના હોય શકે પણ વ્યવસ્થાના નામે હોસ્પિટલમાં આવનાર દર્દીઓ અને તેના સબંધીઓને અંદર ના પ્રવેશવા ના દેવાનો રચાઈ રહેલો કારસો  જરા પણ યોગ્ય નથી…,,તો હોસ્પિટલમાં ના માત્ર પાર્કિંગ કે સ્ટાફની સમસ્યા જ છે તેવું નથી પણ આ હોસ્પિટલમાં સમસ્યાઓની હારમાળા છે..તેના પર લગત તંત્ર એ ધ્યાન આપવું ઘટે ના માત્ર હોસ્પિટલના દરવાજાઓ બંધ કરીને તંત્ર એ શુરવીરતા નું ઉદાહરણ પુરુ પાડવું જોઈએ…

આ એ જ હોસ્પિટલ છે જ્યાં આજની તારીખે પણ  તબીબોની અને નર્સિંગ સ્ટાફની ઘટ છે..આ જ એજ હોસ્પિટલ છે..જ્યાં દર્દીઓને પુરતી દવા એટલા માટે નથી મળતી કે દિવસો સુધી દવાઓનો સ્ટોક નથી…., આ એ જ જી.જી.હોસ્પિટલ છે જ્યાં કેશ કઢાવવા,સોનોગ્રાફી અને એક્સરે કરાવવા કલાકોની લાઈન મા ઉભા રહેવું પડે છે…ઉપરાંત હોસ્પિટલમાં ફરતા અસમાજિક તત્વો,હોસ્પિટલ આસપાસ ખડકાયેલ ગેરકાયદે બાંધકામો પર પણ તંત્રની નજર પહોચતી નથી કે પછી મીઠી નજર છે..તે સવાલો ઊઠવા પણ સ્વાભાવિક છે…

આ બધું છોડી ને માત્ર ને માત્ર સિક્યુરિટીની નિષ્કાળજી ને કારણે કડક નિયમોના ઓથા હેઠળ આવનાર દર્દીઓ અને તેના સબંધીઓ ને હેરાનપરેશાન કરવાની બાબત ને લઈને લોકો મા પણ વિરોધ નો સુર આવનાર દિવસોમાં જોવા મળે તો નવાઈ નહિ.

SendShareTweetShare

Join Us on Social

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

FIR: NEET 2025 ટાણે, NEET 2024નું કૌભાંડ ગાજયું…

જામનગરની એક છાત્રા પરીક્ષામાં હાર્યા બાદ જિંદગી પણ હારી ગઈ..!

June 28, 2025
જામનગરના શખ્સે રાજકોટના યુવકને સાથે ‘નવડાવી’ લૂંટી લીધો !!

જામનગર : ગર્લફ્રેન્ડને જાહેરમાં ચોકલેટ ખવડાવવી નહીં..જાણો શું થયું ?…

June 28, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®