રાજ્યના ઉર્જાવિભાગ દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં પાકમાં પિયત કરી શકે તે માટે ખેડૂત ને અલાયદું પાંચ હોર્સપાવરથી માંડી ને પચ્ચીસ હોર્સપાવર સુધીનું ટ્રાન્સફોર્મર પીજીવીસીએલ દ્વારા લગાવી આપવામાં આવે છે..જેમાં ખેડૂતને કેટલા હોર્સપાવરનું જોડાણ જોઈએ છે તે મુજબ તેનો નિયત કરેલ ચાર્જ પીજીવીસીએલ ને ભરપાઈ કર્યા બાદ સરકાર દ્વારા પણ એકલાખ થી માંડીને એકલાખ દસ હજાર સુધીનો ખર્ચ કરી ખેડૂતોને આવા અલાયદા ખેતીવિષયક વીજજોડાણો આપવામાં આવતા હોય છે
આમ તો જામનગર જીલ્લાના ખેડૂતો માટે એ બાબત સારી કહેવાય કે આ જીલ્લાને વિધાનસભાની ગતટર્મમાં પણ દોઢવર્ષ સુધી કૃષિ અને ઉર્જા મંત્રી તરીકે ચીમન શાપરીયા મળ્યા હતા..તો ૨૦૧૭ માં રાજ્યમાં ફરીવાર ભાજપની સરકારની રચના થતા જામનગર જીલ્લાના કાલાવડ ના આર.સી.ફળદુ ને કૃષિમંત્રી તરીકે નું કેબિનેટકક્ષા નું મંત્રીપદ મળ્યું છે…
પણ પાછલા વર્ષો અને ચાલુસાલ કૃષિમંત્રી તરીકે જામનગરના જ નેતાઓ હોવા છતાં જામનગર જીલ્લા ને ખેડૂતોના વીજજોડાનો ને લઈને કોઈ ખાસો ફાયદો થયો હોય તેમ ત્યારે નથી લાગતું જયારે જામનગર અને દેવભૂમિદ્વારકા જીલ્લાના ખેતીવિષયક વીજજોડાણો ના બાકી કનેકશનો નો આંકડો સામે આવ્યો બને જીલ્લાના મળી ને કુલ ૨૮૯૩૫ અરજીઓ છેલ્લા ચાર વર્ષ થી માંડી ને હાલ પણ પેન્ડીંગ છે.. જે કનેકશનો બાકી છે તેમાં જામનગર જીલ્લાના જામનગર તાલુકામાં સૌથી વધુ ૩૨૩૫ જયારે દેવભૂમિદ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથીવધુ ૫૧૯૩ અરજીઓ પેન્ડીંગ છે.
દરવર્ષ રાજ્યના ઉર્જાવિભાગ દ્વારા ખેતીવિષયક વીજજોડાણોની પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવા માટે નો લક્ષયાંક જે-તે વર્તુળ કચેરીની આપવામાં આવતો હોય છે..આ વર્ષ જામનગર કચેરીને આવો લક્ષ્યાંક ૧૮૦૦૦ નો આપવામાં આવ્યો છે..પણ તે કેમ પૂર્ણ થશે કે પછી ચાર વર્ષ થી વીજજોડાણો ની રાહ જોઈ બેઠેલા ખેડૂતોને હજુ પણ વર્ષો સુધી માત્ર રાહ જોવાનો જ વારો આવશે…
આ વર્ષ ૧૮૦૦૦ નો લક્ષયાંક છે.એ.કે.મહેતા:અધિક્ષક ઈજનેર:પીજીવીસીએલ જામનગર
વર્ષ ૨૦૧૪ થી જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બને જિલ્લાઓના મળી ને ખેતીવિષયક વીજજોડાણ છેલ્લા ચારવર્ષ થી પડતર અરજીઓ અમારી પાસે છે…જેમાં જામનગર જિલ્લામાં પેન્ડીંગ ૧૫૨૮૩ જયારે દેવભૂમિદ્વારકા જીલ્લામાં પેન્ડીંગ ૧૩૬૫૨ કુલ અરજીઓ ૨૮૯૩૫ બાકી છે.તેનો નિકાલ આ વર્ષ થાય તેવા અમારા પ્રયાસો રહેશે..
ક્યાં તાલુકામાં કેટલી અરજીઓ પેન્ડીંગ
જીલ્લો તાલુકો પેન્ડીંગ અરજીઓ
જામનગર ધ્રોલ ૧૯૩૭
જામનગર જામજોધપુર ૩૧૩૮
જામનગર જામનગર ૩૨૩૫
જામનગર જોડિયા ૧૪૦૩
જામનગર લાલપુર ૨૭૪૭
જામનગર કાલાવડ ૨૮૨૩
દેવભૂમિદ્વારકા ભાણવડ ૨૮૯૯
દેવભૂમિદ્વારકા કલ્યાણપુર ૫૧૯૩
દેવભૂમિદ્વારકા ખંભાળિયા ૪૭૪૫
દેવભૂમિદ્વારકા ઓખામંડળ ૮૧૫