Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ શહેરમાં એલસીબીએ જુગારધામ પર દરોડો પાડી લાખોની રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યા છે, આ અંગે મળતી વિગતો એવી છે કે કાલાવડ ટાઉનમાં બાલભંડી રોડ ઉપર “સ્વાગત રેસીડેન્સી”માં મનીષ રમણીક સખીયા ના કબ્જાના મકાનમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો છે અને બહારથી જુગારીઓ આવી ત્યાં પટ જમાવે છે તેવી માહિતી એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરદીપ ધાધલ તથા દિલીપ તલાવડીયાને મળતા તેવો એ મળેલ હકિકત આધારે કાલાવડ ટાઉનમાં બાલભંડી રોડ ઉપર “સ્વાગત રેસીડેન્સી”માં મનીષ રમણીક સખીયા ના કબ્જાના મકાનમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા જુગારીઓના કબજામાંથી કુલ રૂ.33,79,000/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
-કોણ કોણ પકડાયું
-મનીષ રમણીક સખીયા રહે. ભગવતીપરા, પુલના છેડે કાલાવડ જી.જામનગર,
-કેતન વાલજી વૈષ્ણવ રહે. ખોડીયારપરા કાલાવડ જી.જામનગર,
-જમન માવજી ચાંગાણી રહે. ધુતારપરગામ તા.જી.જામનગર,
-જગદીશ બાબુ ઉર્ફે બાલુ દોંગા રહે. સરવાણીયાગામ તા.કાલાવડ જી.જામનગર,
-પંકજ મનસુખ કાછડીયા રહે ગોવીંદપરા કાલાવડ જી.જામનગર,
-સુરેશ હંસરાજ વેકરીયા રહે, મયુરબાગ શેરી-7, લાલપુર રોડ જામનગર,
-જનક વાસુદેવ માટકા રહે. શ્યામલ સ્કાઇલાઇટ, ડી-1104, રાજકોટ,
-ખીમા રામા ભાટુ રહે. ગોકુલનગર પ્રજાપતી સોસાયટી શેરી નંબર-10 જામનગર,
-રાજુ બચુ કરંગયા રહે. ખેતલા બાપા ટી સ્ટોલ, રણજીત સાગર રોડ, જામનગર,
-બાબુ મચ્છા બભંવા રહે. હીદળગામ તા.પડધરી જી.રાજકોટ,
-હિતેશ ઓધડ ભુવા રહે. વાવડીગામ, વિશ્વકર્મા સોસાયટી, રાજકોટ,
-શાંતી પરસોતમ કમાણી રહે. કોઠા ભાડુકીયા શીવનગર તા.કાલાવડ જી.જામનગર,
-રમેશ ભગવાનજી સરધારા રહે, જેતપુર, ડોબરીયા વાડી પાછળ, તા જેતપુર જી.રાજકોટ,
-દીપક ઉર્ફેદિલીપ રમણીક પાંભર રહે. બજરંગપુર, તા જી જામનગર,
-પિયુષ રવજી ઠીંગરા યા રહે. અક્ષરવાટીકા, નાના મવા મેઇન રોડ, રાજકોટ,
-અશોકસિંહ ગુમાનસિંહ જાડેજા રહે. કોઠારીયા સોલ્વટ હાઉંસીંગ બોર્ડ, કવાર્ટર નંબર 363 રાજકોટ,
-સુધીરસિંહ ઉર્ફે સહદેવસિંહ નાલુભા યુડાસમા રહે, નંદનવન સોસાયટી, શેરી નંબર-2, જામનગર,
-અમીત લખમણ મલીક રહે. દોલતપરા શેરી નંબર-1, ગોકુલ રોડ રાજકોટ,
-મનોજ ગોરધન ફળદુ રહે. સહજાનંદ પાર્ક શેરી નંબર-4, રણજીતસાગર રોડ જામનગર,
-રાજેશ મોહન અકબરી રહે. ખોડીયારપરા કાલાવડ જી.જામનગર,
-લક્ષ્મી બટુકભાઇ ધોધાભાઇ જાપડા રહે. સરવાણીયાગામ તા.કાલાવડ જી.જામનગર.
– કબ્જે કરેલ મુદ્દામાલ:
રોકડ રૂ.11,85,000/-
ફોરવ્હીલ કાર-07 કિ.રૂ 20,00,000/-
મોટર સાયકલ -03 કિ.રૂ.1,00,000/-
મોબાઇલ ફોન નંગ-21 કિ.રૂ. 94,000/-
ગંજીપતાના કુલ કેટ નંગ-15 કિ.રૂ.00-00
કુલ મુદામાલ રૂ.33,79,000/-
– કાર્યવાહી કરનાર આ છે એલસીબી ટીમ
આ કાર્યવાહી જામનગર પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ આર.કે.કરમટા એસ.પી.ગોહિલ તથા પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના ASI સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર દિલીપ તલાવાડીયા, હરદિપ ધાધલ, વનરાજ મકવાણા, ધાના મૌરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણ કોડીયાતર, મયુદીન સૈયદ, હિરેન વરણવા, નિર્મળસિંહ જાડેજા, કિશોર પરમાર, હરદીપ બારડ, રૂધીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.