Mysamachar.in-જામનગર:
જામનગર શહેર ક્રાઈમ શહેર બની રહ્યું છે, ગુન્હેગારોને કોઈનો ડર નથી તેમ એક બાદ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે, અને મોટાભાગની ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ રહી છે, ક્યાંક દીનદહાડે તો ક્યાંક ખુલ્લેઆમ તલવાર લઈને કેટલાક શખ્શો રીતસરનો આતંક પોલીસના ભય વિના મચાવી રહ્યા છે, આવી જ એક ઘટના ગત 26 જાન્યુઆરીના રોજ શહેરના સાધના કોલોની વિસ્તાર નજીક બની હતી જેની ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે,
શહેરના સાધના કોલોની પહેલા ગેઇટ નજીક વસવાટ કરતા ભારતીબેન બીપીનભાઈ ચાવડાએ મુકેશ સિંધી, નીકુલસિંહ જાડેજા, અફઝલ ગામેતી અને ત્રણ અજાણ્યા ઈસમો સામે સીટી એ ડીવીઝનમાં હુમલો તોડફોડ અને રાયોટીંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતીબેનના દીયર સાથે અગાઉ માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી ઉપરોક્ત છ ઇસમોએ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે ભારતીબેન ચાવડાના ઘર પાસે આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કર્યા હતા,
તો આરોપી અફજલે લોખંડના પાઇપનો એક ઘા ફરિયાદી ભારતીબેનને ડાબા હાથના કાંડા ઉપર મારી મુંઢ ઇજા કરી તથા પરિવારના રમાબેનના હાથમા રહેલ મોબાઇલફોન તોડી નાખી 5000નુ નુકશાન કરી ડાબા હાથની વચલી આંગળીમા ઇજા કરી નવીનભાઇ દામાની રીક્ષામાં આગળના કાચમા પથ્થરના ઘા કરી કાચ તોડી નાખી આશરે 5000નું નુકશાન કરી ઉપરોક્ત છ શખ્સોએ એકસંપ થઇ સમાન ઇરાદો પાર પાડી એકબીજાની મદદગારીથી હુલ્લડ કરી નાશી જવા સબબની ફરિયાદ નોંધાતા આ કેસની આગળની તપાસ DYSP જામનગર શહેર વરુણ વસાવા કરી રહ્યા છે.