My samachar.in:-જામનગર
આજના સમયમાં પોતાના મોજશોખ પુરા કરવા લોકો ગમે તે હદ સુધી જાય છે અને ગુન્હાઓને અંજામ આપતા પણ ખચકાટ નથી અનુભવતા આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે, જેમાં પોતાનું બાઈક છોડાવવા માટે યુવકે મિત્રો સાથે મળી લુંટનું નાટક તો રચ્યું પણ તેમાં તે સફળ ના રહ્યો અને ત્રણ સામે પોલીસ ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાઈ છે, આ અંગે જોડિયા પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ….
જામનગરના બેડીમાં રહેતો અસરફ અસગરભાઈ સોઢા નામનો શખ્સ નમકીનની (વેફર્સ)ની એજન્સી પેઢીમાં ડ્રાઈવર કમ ડીલવરીમેન તરીકે કામ કરતો હોય અને તે જોડીયા પંથકના ખીરી ગામ સુધી નમકીનની ડીલીવરી કરવા જતો હતો. તેને પોતાનું બાઈક છોડાવવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી તેના બે મિત્રો વિનોદ નારણભાઇ ટોયટા અને સુરેશ ઉર્ફે જગો કરમશીભાઈ આલ નામના શખસો સાથે મળીને લૂંટનું નાટક કર્યુ હતું અને તે ખીરી ગામમાં નમકીનની સપ્લાય કરીને આવતો હતો અને રસ્તામાં ઉભા રહેતાં બાઈક ઉપર આવેલા બે શખસો ગળામાં રાખેલ વેપારના રોકડ રૂા.67745ની લૂંટ કરીને નાશી છુટ્યાનું શેઠ કિરીટભાઈ કેશવભાઈ નાથવાણીને જણાવ્યું હતું. જેથી તેઓ જામનગરથી ખીરી ગામના પાટીયા પાસે ગયા હતાં અને પોલીસને જાણ કરતાં જોડીયાના પીએસઆઈ ડી.પી.ચુડાસમા સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને સીસી ટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ કંઈ વાંધાજનક ન મળી આવતાં પોલીસે ઉલટ તપાસ કરીને ડ્રાઈવર કમ ડીલવરીમેનની પુછપરછ કરતાં લૂંટના નાટક કબુલાત બાદ પોલીસે શેઠ કિરીટભાઈ કેશવલાલ નાથવાણીની ફરિયાદ પરથી ગુનો નોંધીને અસરફની ધરપકડ કરી છે.