mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર શહેરમાં ફેસબુક પર મહિલા પાસે એક શખ્શએ બીભત્સ માંગણીના મેસેજ કર્યાના બનાવો તાજા જ છે તેવામાં ગ્રામીણ ક્ષેત્રમાં હમણાં તલાટી કમ મંત્રીની ભરતી મોટી સંખ્યામાં થતાં મહિલાઓ પણ ફરજ બજાવી રહી છે,અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને ફરજ બજાવી રહી છે ત્યારે કલ્યાણપુર તાલુકાનાં નંદાણા ગામના ઉપસરપંચે મહિલા તલાટીનું બાવળુ પકડીને બીભત્સ માંગણી કર્યાનો બનાવ બનતા મામલો કલ્યાણપુર પોલીસ મથકે પહોંચ્યો છે અને ઉપસરપંચ સામે ફરિયાદ નોંધાઈ છે,
કલ્યાણપૂર તાલુકાનાં નંદાણા ગામે જેના પર ઉપસરપંચની જવાબદારી સોંપાઈ છે તેવા ભરત ભીમશી ચાવડાએ સમગ્ર નંદાણા ગામને નીચુ જોવું પડે તેવું હલકી કક્ષાનું કૃત્ય કર્યુ હોવાનું સામે આવ્યું છે.વાત એવી છે કે,કલ્યાણપુર તાલુકામાં ફરજ બજાવતા મહીલા તલાટી-મંત્રીને પહેલા તો ફોન કરીને બીભત્સ માંગણી કરતો હતો અને મહિલા તલાટી તાબે ન થતા અંતે મહિલા તલાટી પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યાં ઉપસરપંચ ભરત ચાવડાએ પહોંચી જઈને લાજ લેવાના ઇરાદે મહિલા તલાટી-મંત્રીનુ બાવળુ પકડીને બીભત્સ માંગણી કરી હતી,
આથી મહિલા તલાટી-મંત્રીએ હિંમત દાખવીને અંતે કલ્યાણપુર મથક ખાતે દોડી જઇને નંદાણાના ઉપસરપંચ ભરત ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી,આ વાતની જાણ થતાં હાલ ભરત ચાવડા ગામ મૂકીને નાસી ગયેલ હોય પોલીસે ઉપસરપંચને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે,
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના ઉપસરપંચ ભરત ચાવડાના આવા કૃત્યથી સમગ્ર કલ્યાણપુર પંથકમાં ટીકા થઈ રહી છે.