mysamachar.in-જામનગર :
તાજેતરમાં જ અમદાવાદમાં થી પોલીસે એક નકલી પીએસઆઈ ને પકડી પાડ્યા બાદ તેની આકરી પૂછપરછ કરતાં તે હત્યાના કેસનો આરોપી હોવાનું નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી એવામાં જામનગરમાં નકલી પોલીસને અસલી પોલીસનો ભેટો થઇ જતા હવાલાત ની હવા ખાવાનો વારો આવ્યો છે,
વાત છે જામનગર શહેરના પંચેશ્વરટાવર વિસ્તારની આ વિસ્તારમાં સીટી એ ડિવીજન પીએસઆઈ જે.બી.ખાંભલા અને મુકેશસિંહ રાણા,આફતાબભાઈ,યોગરાજસિંહ,મહાવીરસિંહ જાડેજા,સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એક પીએસઆઈનો ડ્રેસ પહેરલ શખ્સ કઈક શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ અસલી પોલીસ દ્વારા આકરી ઢબે કરવામાં આવતા પોતે નકલી પોલીસ હોવાનું ખુલ્યું છે,
મૂળ જામનગરના શંકરટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતો અને અંકલેશ્વરની એક ફાર્મા કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો અક્ષય ઉર્ફે અક્કી મહેશભાઈ વાઘેલા ના થોડાસમય પૂર્વે જ પ્રેમલગ્ન થયા છે,,અને પોતે સુપરવાઈર તરીકેની ઓળખ આપે તો સાસરાપક્ષ સહિતમાં જોઈએ તેવું જામતું નહોતું જેથી અક્ષય પોતાની ઈમ્પ્રેશન જમાવવા માટે પીએસઆઈ તરીકે ની ઓળખ આપવાનું મન બનાવી લીધું,
જે બાદ નકલી પીએસઆઈ અક્ષયએ અમદાવાદમાંથી પીએસઆઈ માટેનો ડ્રેસ ૧૩૦૦૦ રૂપિયામાં ખરીદ કર્યો હતો જેમાં પીએસઆઈ ની વર્ધીમા જરૂરી અસલ જેવા જ યુનિફોર્મ,પટ્ટા,ટોપી,અને એરગન મેળવ્યા બાદ તે સીન જમાવવા માટે જામનગરમાં નીકળી પડ્યો,અને અક્ષય પોતાની ઓળખ સુરત ના વરાછા પોલીસમથક મા થઇ હોવાની આપતો હતો….પણ અંતે નકલી નો ભેટો અસલી ને થઇ જતા અસલી પોલીસે નકલી ને પોતાનો રંગ બતાવી અને નકલી નો રંગ ઉતારી નાખી અને કાયદેસર ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે,
પીએસઆઈની નિમણુંકનો બોગસ લેટર પણ મળ્યા…
અક્ષય વાઘેલાની પૂછપરછ દરમ્યાન તેની પાસેથી જે રીતે અસલી પીએસઆઈ ને નિમણુંકપત્ર મળે તેવા નકલી પત્ર પણ તેની પાસેથી મળ્યા છે,તે તેણે કોઈ અન્ય વ્યક્તિએ આપ્યાનું રટણ તે કરે છે,પણ હવે પોલીસ ત્યાં સુધી પણ પહોચવા માંગે છે,અને તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે,જેથી તપાસના અંતે માલુમ થાય કે આ રીતે અન્ય કોઈ નકલી પીએસઆઈ તો જામનગર કે બીજા કોઈ શહેરોમા ફરી નથી રહ્યા ને તે પણ તપાસ હાથ ધરાશે..
આ રીતે ખબર પડી કે P.S.I નકલી છે…
કહેવાય છે કે પોલીસની નજર ખુબ જ બાજ હોય છે અને સાચા ખોટાનો ભેદ તરત જ વર્તી જાય છે,તે જ રીતે અક્ષય વાઘેલા ને વર્ધીમાં જોતા જ પોલીસને શંકા લાગી અને તેની સ્થળ પર પૂછપરછ કરતાં તેણે તાજેતરમાં જ નવીબેચ મા નિમણુંક પામી ને આવ્યા નું પોલીસને જણાવ્યું ને પોલીસ તરત જ સમજી ગઈ કે તાજેતરમાં આવી કોઈ નવી બેચ પીએસઆઈની આવી જ નથી તો અક્ષય પીએસઆઈ કઈ રીતે બને ઉપરાંત ટ્રેનીંગ સહિતના સેન્ટરો અંગે પણ તેણે સાચી માહિતી ના આપી આમ આ જુઠાણા એ અક્ષય ને ખોટો પાડી દીધો…