mysamcahr.inજામનગર:જીલ્લાના કાલાવડના બસ ડેપો નજીક આવેલ ભાવિન મોબાઈલ સ્ટોર નામની દુકાનમાં બે દિવસ પૂર્વે થયેલ ચોરીના મામલે કાલાવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…જેમા એક અજાણયો ઇસમ દુકાનમાં પ્રવેશ કરી અને દુકાનમાં થી ૩ મોબાઈલફોન,બે મેમરી કાર્ડ અને રૂપિયા ૫૦૦૦ ની રોકડ મળી ૨૭,૩૦૦ ની મતાની ચોરી કરી ફરાર થઇ જાય છે..ચોરીની આ ઘટના દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પોલીસે ચોરી કરનાર ઇસમ ની શોધખોળ હાથ ધરી છે…























































