mysamachar.in-
અમદાવાદ ખાતે તાજેતરમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્ર્મમાં સાંસદ પરેશ રાવલએ એવી ટકોર કરી હતી કે, નરેંદ્ર મોદી ગુજરાતમાંથી ગયા બાદ લીલીફૂલવાડી મૂકી ગયા છે..અને તેને આપણે જાળવી ન શકતા તેમણે વારંવાર ગુજરાત આવવું પડે છે તેમ કહીને ગુજરાત ભાજપ નેતાગીરીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી
તેવામાં સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વડા પ્રધાન નરેંદ્ર મોદી આવતા મહિને વધુ એકવાર ગુજરાતના પ્રવાસએ આવી રહ્યા છે…૨૧ ડીસેમ્બરના રોજ કેવડીયા ખાતે ડી.જી. કોન્સફરન્સમાં હાજરી આપશે અને મોદીની સાથે કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેશે..ઉપરાંત ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ,કેન્દ્ર્શાસિત રાજ્યોના અધિકારીઓ પણ આ કોન્સફરન્સમાં ઉપસ્થિત રહેશે.
આ કોન્સફન્સના કારણે સ્ટેચ્યું ઓફ યુનિટીની પ્રવાસીઓની મુલાકાત તા. ૨૦ થી તા. ૨૨ સુધી બંધ રાખવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે,આ તમામ કાર્યક્રમો હાલ સંભવિત હોવાનું પણ જાણવા મળે છે.