mysamachar.in-જામનગર
રાજ્યમાં મગફળીકાંડ સળગી રહ્યું હતું ત્યારે જે યાર્ડ નું નામ સૌથી વધુ ઉછળી રહ્યું હતું તે જામજોધપુર યાર્ડના પરિણામો ભાજપ તરફી આવતા સ્થાનિક ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ખુશી છવાઈ ગઈ છે અને જામજોધપુરયાર્ડમા કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે,
ત્યારે ધ્રોલ માર્કેટિંગયાર્ડ ની ગઈકાલે ચુંટણી યોજાયા બાદ આજે પરિણામો જાહેર થયા છે,પણ અહી સૌથી મોટી નવાઈ પમાડે તે વાત એ છે કે અહી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહોતી હરીફાઈ પણ અહી ભાજપના જ બે ગ્રુપ વચ્ચે થયેલ હરીફાઈમા રાઘવજીપટેલ જૂથનો વિજય જયારે અન્ય જૂથની હાર થઇ છે,
ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં આજે ૧૪ માંથી ૧૨ બેઠકનું પરીણામ હોય તમામ બેઠકો ઉપર રાઘવજી પટેલ જુથના રસિક ભંડેરી પેનલોએ જીત મેળવીને સત્તા ટકાવી રાખવા માટે સફળ થઇ છે,ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં ચુંટણી થાય તે પૂર્વે જ ખરીદ-વેચાણ સંઘની ૨ બેઠક બિનહરીફ થતાં આજે ખેડૂત વિભાગ ની ૮ અને વેપારી વિભાગની ૪ એમ કુલ મળીને ૧૨ બેઠકોનું પરીણામ જાહેર થતાં તમામ બારેબાર બેઠક ઉપર ભાજપના નેતા રાઘવજી પટેલ જૂથના રસિકભંડેરી એ ડંકો વગાડી દેતા રાઘવજી પટેલ જૂથનો આ યાર્ડ પણ વધુ એક કબજો થયો છે.