Mysamachar.in-ગુજરાત
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી ચાલી રહેલા ધીમા વોટિંગથી ભારે હલચલ મચી જવા પામી છે. હાલ ચાલી રહેલા ધીમા મતદાનથી અન્ય રાજકીય પક્ષો કરતા વધુ સત્તાધારી ભાજપના નેતાઓની મુંજવણમાં વધારો થઇ રહ્યો છે, ભાજપને ઓછા મતદાનનો એવો પણ ભય સતાવી રહ્યો છે કે, આ ચૂંટણીમાં ભાજપ સામે માત્ર કૉંગ્રેસ જ નહીં આપ સહિતની કેટલીક પાર્ટીઓ પણ લડી રહી છે ત્યારે જીતના માર્જિનમાં ઘટાડો થાય સાથે સાથે રસાકસી થઈ શકે છે.પરંતુ હજુ 2 કલાક જેટલો સમય બાકી છે જોઈએ મતદારોનો ઉત્સાહ કેવો અને કેટલો છેલ્લી કલાકોમાં સામે આવે છે. રાજ્યમાં 3 વાગ્યા સુધીની મનપાના કુલ મતદાનના સરેરાશ આંકડાઓ પર નજર કરીએ તો જામનગરમાં 38.75%, સુરત 34.47%, વડોદરા 33.42%, ભાવનગર 33.26%,રાજકોટમાં 30.58% અને અમદાવાદમાં 30.49% મતદાન નોંધાયાનું જાણવા મળે છે.