my samachar.in:jamnagar
જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં વધુ એક વખત 3 દિવસ માટે ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે જે અન્વયે તા 17 થી તા 19 સુધી વરસાદ પડવાની સંભાવના દર્શાવામાં આવી રહી છે હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે બંગાળ ની ખાડી માં લો પ્રેસર સર્જાતા આ લો પ્રેસર ને કારણે વાતાવરણ માં પલટો આવતા સૌરાષ્ટ્ર – ગુજરાત અને કચ્છ વિસ્તાર માં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે
જે અન્વયે વાતાવરણ માં ડિપ્રેસન તેમજ બહોળું સર્ક્યુલેશન તથા યુએસીના હીસાબે સૌરાષ્ટ્ર સહીત ના વિસ્તાર માં સાર્વત્રિક વરસાદ ની શક્યતા છે અને વરસાદ પહેલાં ગુજરાત માં પૂર્વ મહારાષ્ટ્ર – ગુજરાત બોર્ડર વિસ્તાર માં થી ચાલુ થશે અને ત્યારબાદ પશ્ચિમ બાજુ વરસાદ આગળ વધશે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે
આમ છેલ્લા ઘણા દિવસો થી હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવા માં આવી રહી છે ત્યારે રાજ્ય માં ખેંચાયેલા વરસાદ વચ્ચે આ આગાહી સાચી ઠરે તો રાજ્ય ના લોકો ને મોટી રાહત થાય તેમ છે