Mysamachar.in-સાબરકાંઠા
સાબરકાંઠા જીલ્લાના ઇડરના વસઈમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 18 જેટલા ચંદનના વૃક્ષો કાપી ચોરી કરી લઇ જવાની પ્રતિદિન ઘટનાઓ બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો. ચંદનચોરો જે વિસ્તારમાં ચંદનના વૃક્ષો હોય તે વિસ્તારના ખેડૂતોને ત્યાં ભાગીયા તરીકે રહી ચંદનના વૃક્ષોની સ્થિતિની જાણકારી મેળવી, જે વૃક્ષોની ઉંમર વધુ હોય તે વિસ્તારની રેકી કરતાં રહી મોટાભાગે વરસાદની સ્થિતિમાં કે જયારે ખેડૂતો મહદંશે ખેતરમાં આવવાનું ટાળતા હોય છે. તેવા દિવસોમાં અન્ય સાગરિતોને બોલાવી રાત્રી દરમિયાન સાદી કરવતથી થડને કાપી ટુકડા કરી લઈ જઈ તેમાંથી સુગંધીદાર પદાર્થને અલગ કરી વેચી કાઢવાની મોડસ ઓપરેન્ડી ધરાવતી 8 શ્ખ્સોનીન ગેંગ પોલીસને હાથમાં આવી છે,
ઈડરના વસઈના એક ખેતરમાં ભાગીયા તરીકે રહેતા મહિલા અને તેના પતિ સહિત ચોરી કરીને એકઠુ કરેલ ચંદન લઈ જવા રાજસ્થાનથી આવેલા અન્ય 6 શખ્સોને ઝડપી લેતા ચંદનની તસ્કરીનો પર્દાફાશ થયો હતો હજુ 3 શખ્સો વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ચોરીનું એપીસેન્ટર નક્કી થયા બાદ રવિવારે મોડી સાંજે બાતમી મળી હતી કે દિલીપભાઈ દેસાઈની ખેતરની ઓરડીમાં ત્રણ બાઇક લઇને કેટલાક લોકો આવ્યા છે. જેને પગલે એલસીબીએ રેડ કરી મહિલા સહિત કુલ 8 જણાને રૂ. 7,14,000 ના 119 કિ.ગ્રા. ચંદન સાથે ઝડપી પાડ્યા હતા. કૂખ્યાત ચંદન ચોર ગેંગે ઇડર તાલુકાના કુલ 21 ગુનાની કબૂલાત કરી છે.
પોલીસે શું રીકવર કર્યું..
119 કિ.ગ્રા. ચંદન રૂ. 7,14,000
મોબાઇલ ફોન 7 કિ.રૂ. 23,000
ટુ વ્હીલર -3 કિ.રૂ.1,70,000
કરવત નંગ 1 કિ.રૂ. 50
કુહાડી નંગ 1 કિ.રૂ. 50