Mysamachar.in-રાજકોટ
તસ્કરીના ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે જે હાસ્યાસ્પદ હોય છે, તાજેતરમાં જ એક ગોંડલ તાલુકામાં 6 જેટલી દુકાનોને નિશાન બનાવનાર તસ્કરો દુકાનમાંથી નમકીનના પેકેટ લેવાનું પણ ચુક્યા નહોતા, ત્યાં જ આવી વધુ એક હાસ્યાસ્પદ કહી શકાય તેવી ઘટના ફરી સામે આવી છે, જેમાં ચોરીની કેટલીક ઘટના એવી બનતી હોય છે કે જેમાં તસ્કરોને મહેનત પણ ભારે પડે છે. આ કિસ્સો ગોંડલના દેરડીકુંભાજી ગામે બન્યો હતો. દેરડીકુંભાજી ગામે વિવેકાનંદ વિદ્યાલયની ઓફિસને 6 તસ્કરોએ નિશાન બનાવી હતી.
6 ચોરે 6 કલાક સુધી ફાંફાફોળા કર્યા પરંતુ 60 રૂપિયા જ હાથે લાગતા લોકોમાં હાસ્યાપદ કિસ્સો બન્યો છે. સ્કૂલમાં ત્રાટકેલા 6 ચોરે પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યા હોવાનું CCTVમાં જોવા મળ્યું હતું, છ ચોર સ્કૂલના ટેબલ ખોલી ખોલીને વારાફરતી ફાંફાફોળા કરતા નજરે પડે છે. પરંતુ ચોરના હાથમાં કંઇ આવતું નથી. ઓફિસના ટેબલના ખાનામાં પડેલા માત્ર 60 રૂપિયા જ હાથમાં લાગ્યા હતા. આથી લોકોમાં હાસ્યનું મોજુ પ્રસરી ગયું છે અને લોકોમાં ચર્ચા થઇ રહી છે કે 6 ચોરને ભાગમાં 10-10 રૂપિયા આવ્યા હશે.!