Mysamachar.in-જામનગર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગર શહેર અને જીલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ બંધાઈ ચુક્યો છે, જામનગર શહેર અને જીલ્લામાં કેટલાક સ્થળોએ ઝાપટા તો જોડીયામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જીલ્લાના જોડિયા શહેરમાં સવારે 6 થી 8માં 2 કલાકમાં જ 5 ઇંચ, તો 8 થી 10માં વધુ 1 ઇંચ મળી કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં 3 મીમી, ધ્રોલમાં 7 મીમી વરસાદ નોંધાયો છે.તો છેલ્લા 24 કલાક આજે સવારે 6 વાગ્યા સુધીમાં જીલ્લાના હડિયાણા ગામે 1 ઇંચ, લતીપુર અને લૈયારામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.