Mysamachar.in-રાજકોટ
રાજકોટ જીલ્લાના ગોંડલના દેરડીકુંભાજી ગામે વધુ એક વખત ચોરીની ઘટના સામે આવે છે, જેમાં સીસીટીવીમાં દેખાઈ રહેલા 4 તસ્કરોએ કુલ 6 દુકાનોને નિશાન બનાવી હોવાનું જાણવા મળે છે, ગતરાત્રીના સમયે 4 તસ્કરોની ટોળકીએ એક સાથે 6 દુકાનોના શટર તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. દેરડીકુંભાજી ગામાં વિતેલા ચોવીસ કલાક દરમિયાન હોટલ સોમનાથ, ખોડીયાર ઓટો ઈલેક્ટ્રિક, જલારામ ઓટો કન્સલ્ટ, ધનલક્ષ્મી લેમિનેશન ડોર, ઉમા મોટર રિવાઈન્ડિંગ, કુળદેવી રોલિંગ શટર નામની દુકાનોને નિશાન બનાવી હતી.
ગઇકાલે રાત્રે તસ્કરોએ દુકાનના શટરના તાળા તોડી દીધા હતા અને ત્યારપછી અંદર પ્રવેશીને ચોરી કરીને તે સ્થળેથી પલાયન થઈ ગયા હતા. હદ તો ત્યારે થઇ કેહવાય કે ચોરી કરવા આવેલ તસ્કરોને ભૂખ લાગી હશે કે કેમ ભૂખ્યા તસ્કરોએ નમકીનના પેકેટ પણ છોડ્યાના હોવાનું બહાર આવ્યું છે. દેરડીકુંભાજી ગામે વારંવાર બનતી ચોરી અને ચોરીના પ્રયાસની ઘટનાને લઇને ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે, અને લોકોએ પોલીસની નબળી પેટ્રોલિંગ કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.