Mysamachar.in:સુરેન્દ્રનગર
વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર સામે આવી છે, જેમાં પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત સર્જાત બે લોકોના મોત નિપજ્યા હતા અને 9 મુસાફરોને ઈજા પહોંચતા નજીકની હોસ્પીટલે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢથી મુસાફરોને અમદાવાદ તરફ લઈને જઈ રહેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં પીકઅપ વાન ગાડી રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. જેમાં ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા મળતી વિગતો મુજબ જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોને ચોટીલા હાઇવે પર અકસ્માત નડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.