mysamachar.in-
વર્ષ ૧૯૯૩માં મુંબઈ સીરીયલ બ્લાસ્ટ પ્રકરણમાં સંડોવાયેલા કુખ્યાત સલીમ કુત્તાને જામનગર પોલીસે થોડા સમય પૂર્વે ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યો હતો.પુણેની યરવડા જેલમાં રહેલા સલીમનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી જામનગર લવાયો હતો.અને જે બાદ હાલ તે જામનગર જિલ્લા જેલમાં છે,
જામનગર જીલ્લા જેલમાં રહેલા મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પ્રકરણના ખુખાર આરોપી એવા સલીમ કુત્તાને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસથી તેની તબિયત સારી રહેતી ન હોવાથી જેલતંત્ર એ તેને રાત્રીના જ જ જી.જી હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય કર્યો હતો,
ખુખાર કેદીને હોસ્પિટલ લાવવામાં આવતા સીટી ડીવાયએસપી, સીટી બી ડીવીજન પોલીસ સહિતના સ્ટાફે હોસ્પિટલને કિલ્લે બંધી કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.છેલ્લા બે દિવસથી તબિયત સારી ન હોવાની કુત્તાની ફરિયાદને લઈને આ નિર્ણય લેવાયો હોવાનું પણ જાણવા મળે છે.
તો એવી પણ જાણકારી મળી રહી છે કે અન્ય જેલમાં બેરેક બદલાવવા માંગતા કુત્તાએ તબિયત લથડવાનું બહાનું કર્યું છે. જો કે પોલીસે તબિયતને જ આગળ ધરી જરૂરી બંદોબસ્ત હાલ પુરો પાડ્યો છે,હાલ સલીમ કુંતાની જામનગર જી.જી.હોસ્પિટલના કેદી વોર્ડમાં સારવાર ચાલી રહી હોય ત્યાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.