Mysamachar.in-રાજકોટઃ
રાજકોટમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 17 વર્ષના એક કિશોરનું મોત નીપજ્યું છે. જો કે મૃતક કિશોર પાંચ બહેનોનો એકનો એક ભાઇ હોવાથી સમગ્રથી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. બુધવારે મોડી રાતે કાલાવડના નિકાવા અને આણંદપર વચ્ચે કાર અને CNG રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન રિક્ષામાં મુસાફર તરીકે ગીતાબેન ગોપાલભાઇ ટીડાણી, તેમની દીકરી પૂનમબેન અને બલદેવ સવાર હતા. અકસ્માતમાં ગીતાબેન અને પૂનમને સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે બલદેવને ગંભીર ઇજા પહોંચતા તેનું મૃત્યુ થઇ ગયું હતું. આ પરિવાર મૂળ કોઠારિયા રોડ પર સ્થિત રણુજાનગરમાં છે, મોટી દીકરીને મળવા માતા તેના પુત્ર અને એક દીકરીને લઇને રિક્ષામાં જતા હતા એ દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માત બાદ ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પાંચ બહેનોના એકના એક ભાઇના મૃત્યુથી ગામ તથા પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.