mysamachar.in-જામનગર
જામનગર માં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી ગણેશચતુર્થી ના દિવસે શહેર માં આવેલ કાશીવિશ્વનાથ મંદિરમા આવેલ ગીતામંદિર ખાતે ગણેશજીને પ્રિય એવા મોદક આરોગવાની અનોખી એવી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે…આ સ્પર્ધામાં નાતીજાતીના ભેદભાવ વિના દરવર્ષ કેટલાય સ્પર્ધકો ભાગ લે છે,અને આજે પણ આ સ્પર્ધા ભારે ઉત્સાહ વચ્ચે યોજાઈ ગઈ,જેમાં નાના બાળકો થી માંડીને વયોવૃધ લોકો પણ મોદક આરોગવાની આ અનોખી સ્પર્ધામાં ભાગ લે છે…આ સ્પર્ધામાં ૧૦૦ ગ્રામ વજન ધરાવતો લાડુ કોઈ સ્પર્ધક બે તો કોઈ સ્પર્ધક ૧૫ લાડુ સુધી ખાઈ અને પ્રોત્સાહક ઇનામો મેળવે છે…શુદ્ધ ચોખા ઘીના લાડુ સાથે ગરમાગરમ દાળ અહી સ્પર્ધકો ને પીરસવામાં આવે છે..અને સ્પર્ધકો પણ આ રસપ્રદ સ્પર્ધા માં ભાગ લઇ અને આનંદિત થાય છે,
આજે યોજાયેલ આ સ્પર્ધામાં ૪૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો,જેમાં ૯ બેહનો,ત્રણ બાળકો અને ૩૦ પુરુષો એ ભાગ લીધો હતો,જેમાં યુવાઓને શરમાવી ને જામકંડોરણા ના ૪૯ વર્ષીય નવીનભાઈ દવે ૧૪ લાડુ આરોગી જઈ અને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.