Mysamachar.in-વડોદરા
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મંગલ મૂર્તિ નામના એપોર્ટમેન્ટમાંથી કપલ બોક્સ પકડાયુ છે. ધ લંચ બોક્સ નામના કેફેમાં છેલ્લા ચાર મહિનાથી કપલ બોક્સ ધમધમતુ હતુ. ત્યારે સયાજીગંજ પોલીસે રેડ કરી કપલ બોક્સમાથી 7 યુગલોને પકડયા હતા. સાથે જ કપલ બોક્સના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. આ કેફેના દરવાજા પર યુવા પેઢીને આકર્ષક લખાણ લખવામાં આવ્યુ હુત. કાફેના દરવાજા પર ‘અહી કપલને એકાંત મળશે’ તેવુ લખાણ લખાયુ હતું. એટલુ જ નહિ,
કેફેમા કપલ પાસેથી 1 કલાકના 250 રૂપિયા વસૂલવામાં આવતા હતા. રોજના 20 થી 25 કપલ આ કાફેની મુલાકાત લેતા હતા. આમ, કપલ બોક્સના સંચાલકો આ થકી હજારો રૂપિયાની કમાણી રોજ કરતા હતા. પોલીસે દરોડા બાદ કાફેનું સંચાલન કરતા સાગર પોલાભાઈ રાવલીયા તેમજ સંચાલક ચેતન પાછાભાઈ હડિયા સામે જરૂરી કાર્યવાહી કરી હતી.