Mysamachar.in-જામનગર
જામનગર નજીક આવેલ મોટીખાવડીમાં આંગડીયા પેઢીનો કર્મચારી છેતરપીંડીનો ભોગ બન્યાનો કિસ્સાની પોલીસ ફરિયાદ મેઘપર પડાણા પોલીસ મથકમાં નોંધાઈ છે જે રીતે વિગતો પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે જામનગરના મોટી ખાવડી ગામે આનંદી કોમ્પલેક્ષની વૈભવ મની ટ્રાન્સફર અને બેસ્ટ આંગડીયા એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં છેલ્લા એક માસથી નોકરી કરતા અને બન્ને પેઢીનું કામ સંભાળતા ભાવેશ જયંતીલાલ પંડ્યા ને 7041272898 ઉપરથી ભાવેશને ફોન કરી હું નાગાર્જન પંપેથી વિનુભાઇ બોલુ છુ અને મારે 25 લાખ આવવાના છે અને મારે બે જગ્યાએ મોકલવાના છે.
જેમાં એક વાકાનેર મોકલવાના છે તો તમે રૂ.1,90,000 મોકલી આપજો અને લેનારવાળા વ્યકતિનું નામ કમલેશભાઇ રહે. વાંકાનેર કે જેના મોબાઇલ નંબર 9737468066 ના આપતા આંગડીયા પેઢીના કર્મચારીએ રુપીયા 1,90,000 વાંકાનેર બ્રાંચમા નાખેલ જે રુપીયા મોબાઈલ નંબર 9409689156 કમલેશભાઇ તેમજ વિનુભાઈ નાગાર્જુન પેટ્રોલપંપ વાળાના ખોટા નામ ધારણ કરી લઈ ફરીયાદીની સાથે 1,90,000 વિશ્વાસઘાત છેતરપીંડી કરેલ હોવાનું ધ્યાને આવતા આ મામલે મેઘપર પડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ મામલે પીએસઆઈ કે.આર.સિસોદિયાએ વધુ તપાસ હાથ ધરી છે.