• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Tuesday, June 10, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ઝોનફેર લઇ રહ્યો છે આકાર ત્યારે જ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળમાં એક RTIથી મચી ચકચાર

ગત્ વખતની માફક આ વખતે પણ વિવાદની ગાજવીજની સંભાવનાઓ

My Samachar by My Samachar
June 10, 2025
in જામનગર, હાલાર - અપડેટ
Reading Time: 1 min read
A A
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-

રાજ્યના અન્ય કેટલાંક શહેરો માફક જામનગરમાં પણ ઝોનફેર મામલો, સૌ સંબંધિતોને ‘ફાવી’ ગયો છે. કારણ કે, આ બાબતમાં ગાંધીનગરની ‘સાથે’ રહી સ્થાનિક સ્તરે મનચાહી ‘ગોઠવણ’ કરવાની જગ્યાઓ રહેતી હોય છે. અગાઉના ઝોનફેર વિવાદો માફક આ વખતે પણ ઝોનફેર વિવાદ ચોક્કસ જગ્યાએથી બહાર લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે અને અગાઉની માફક આ વખતે પણ, વિવાદો વચ્ચે, કામ કરી લેવા ઈચ્છતા લોકો પોતાનું કામ સફળતાથી કરી જ લેશે, એમ સમજાઈ રહ્યું છે. દરમ્યાન, આ વખતે પણ વિવાદ સાથે-સાથે એક RTI અરજી દાખલ થઈ ગઈ છે.

જામનગરમાં થોડા-થોડા સમયે ઝોનફેર નામની ગાજવીજ શરૂ થઈ જાય છે અને આ ગાજવીજ વચ્ચે ઝોનફેરના કામ હેઠળ કેટલાંક લોકો પોતાનું કામ પતાવી લ્યે છે- જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળનો અત્યાર સુધીનો ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. કોઈ પણ મહાનગરના વિકાસ માટે ઝોનફેર એક અગત્યની બાબત હોય છે. જે જરૂરી હોય છે. પરંતુ આ જરૂરી કામની પાછળના ‘ખેલ’ દર વખતે ચર્ચાઓમાં રહે છે.

દરમ્યાન, જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના એક પૂર્વ સભ્ય નીતિન માડમએ ‘જાડા’માં આપેલી એક RTI અરજી અને આ અરજીમાં માગવામાં આવેલી માહિતીઓ હાલ ચર્ચાઓમાં છે. આ અરજીનો જો તંત્ર દ્વારા સાચો અને વિસ્તૃત જવાબ આપવામાં આવશે તો ‘જાડા’ની ઘણી વિગતો બહાર આવી જશે, એમ અત્યારે જણાઈ રહ્યું છે.

આ અરજીમાં જણાવાયું છે કે, ‘જાડા’ના વિકાસનકશા, તેના જાહેરનામા, પાંચ વર્ષ દરમ્યાનની ઝોન બદલવાની દરખાસ્તો, આ માટેના અધિનિયમો અને કલમો તથા તેના નોટિફિકેશન ઉપરાંત ઝોનફેર માટેના ઠરાવો, છેલ્લા 6 મહિનાઓ દરમ્યાન ઝોનફેર માટે થયેલી અરજીઓ, ઝોનફેર સંબંધિત પાંચ વર્ષ દરમ્યાનના તમામ કોર્ટ કેસની વિગતો, જાડા પાસે હાલ ફાજલ રહેલી જમીનો, જાડા દ્વારા વેચાણ કરવામાં આવતી જમીનોની વિગતો, જમીનોના વેચાણ સંબંધે ગાંધીનગર કક્ષાએથી થયેલી કાર્યવાહીઓ, જમીન વેચાણ માટેની કમિટી તથા જાડાના બોર્ડ અંગેની વિગતો, કમિટીઓની સતાઓ અને પાંચ વર્ષ દરમ્યાનના સરકયુલર ઠરાવની તેમજ ચેરમેનની સતાઓની માહિતીઓ તથા જાડાના સ્ટાફની વિગતો, કારોબારી સભા અને સામાન્ય સભાની કાર્યવાહીઓની માહિતીઓ, વિકાસનકશા ભંગના કિસ્સાઓની જાણકારીઓ અને જાડામાં ઠરાવો પસાર કરવાની સમગ્ર પ્રોસેસ અંગેની માહિતીઓ આ અરજીમાં માંગવામાં આવી છે, જેના પરથી દેખાઈ રહ્યું છે કે, આ વખતે પણ ઝોનફેર મામલો જામનગરમાં ગાજશે. આ અગાઉ એક વર્ષ પહેલાં અને ત્રણ વર્ષ અગાઉ પણ આ પ્રકારની ગાજવીજ થઈ હતી, જે અત્રે ઉલ્લેખનિય છે.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે નિયમિત રુપે એસટી બસની સેવા શરૂ

પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન

June 10, 2025
લાંચ કેસોમાં ફરિયાદીની કાળજી લેવા CARE પ્રોગ્રામ 

લાંચના 2 અલગ અલગ મામલામાં કોન્સ્ટેબલ સહિત 3 ઝડપાયા..

June 10, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®