Mysamachar.in-જામનગરઃ
8 ફેબ્રુઆરી એટલે કે શનિવારનો દિવસે કેટલીક રાશિના જાતકોએ થોડું સંભાળીને રહેવાની જરૂર છે, તો કેટલીક રાશિના જાતકો માટે શુભ ફળ આપનારો દિવસ રહેશે. રાશિફળની વાત કરીએ તો મેષઃ- ભાગ્ય તમારા પક્ષમાં છે. આજે દરેક કાર્યમાં સફળતા મળશે. કિંમતી સામાન ચોરી અથવા દુર્ઘટનાઓથી બચીને રહો. વૃષભઃ-બ્રેક લો અને ક્લબ અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લો. આ સમય જે લોકોને તમે મળશો, તેઓ દિલચસ્પ નેટવર્કિંગ સંભાવનાઓ પેદા કરી શકે છે. કોઇ દુર્ઘટના તમારા ભાઈ કે કાકાને પ્રભાવિત કરી શકે છે અને ઘર ઉપર તણાવ રહેશે. મિથુનઃ-તમારા કાર્યક્રમ તમારી દિનચર્યાને પ્રભાવિત કરી શકે છે. ધનની ખોટથી બચવા માટે સમજી-વિચારીને વ્યય કરો. કર્કઃ-તમારું જીવન આ સમયે સારું ચાલી રહ્યું છે કેમ કે, તમારી દરેક ઇચ્છા પૂર્ણ થતી જોવા મળી રહી છે અને તમને ઓળખ મળી રહી છે. લોકોને જણાવો કે તમે કેવું અનુભવ કરી રહ્યા છો જેથી લોકો તમને સમજી શકે. જેટલું બની શકે, લોકો સાથે જોડાવ અને વાતચીત કરો.
સિંહઃ-તમે તમારા જીવનમાં સારો માર્ગ પસંદ કર્યો છે જે તમને પ્રોત્સાહન અને અલગ ઓળખ અપાવશે. ભાઈ-બહેન અથવા પાર્ટનર તમારી પાસે સમયની માંગ કરી શકે છે. વ્યસ્ત દિવસમાં તમે થોડો સમય પોતાના માટે પણ ઇચ્છશો. કન્યાઃ-વિદ્યાર્થીઓ કોઇ કોર્સ કરી રહ્યા હોય અથવા કોઇ ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિની કામનાઓ છે તો સફળ થઇ શકો છો. તમારા પ્રયાસોને એક નવી દિશા મળી શકે છે. જો તમે કાર્યસ્થળ ઉપર તમારી પ્રતિષ્ઠા વધારવા માંગો છો તો પોતાના ઉપર વિશ્વાસ રાખો, તમે સફળ રહેશો. તુલાઃ-કંઇક કરી બતાવો કેમ કે, જીવન તમારા વિચારોથી વધારે ઝડપી ચાલી રહ્યું છે. કળા તમારી સૌથી મોટી સંપત્તિ છે જેનાથી તમે તમારું કરિયર બનાવી શકો છો. આજે તમારી ભાવનાઓ તમારી ઉપર હાવિ થઇ શકે છે. આ સમયે કોઇપણ નિર્ણય લેતાં પહેલાં વિચાર કરી લેવો.
વૃશ્ચિકઃ-તમારા કપડા, ઘરેણા બધી ફેશન અને રચનાત્મકતાથી તમારો પ્રેમ દર્શાવે છે. જીવનમાં જે પણ મળે તેનો આનંદ ઉઠાવો. તમે મિત્રો અને પ્રતિભાઓમાં સમૃદ્ધ અનુભવ કરશો. નશો માત્ર તમારા માટે જ નહીં, પરંતુ તમારા પ્રિયજનો માટે પણ નુકસાનદાયક છે. ધનઃ- તમે પોતાના ઉપર વધારે ધ્યાન આપવા માંગો છો અને નવા હેર કટ તમારા સ્વરૂપને વધારે નિખારશે. આજે તમારી ભાવનાઓ ખૂબ જ પ્રભાવી રહેશે. ઉત્સાહ અને અવસાદને મનમાં આવવા દેશો નહીં. મકરઃ-સમય પ્રમાણે સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારા સગા સંબંધીઓ સાથે મધુર સંબંધ થવાની સંભાવના છે. ધન અચલ સંપત્તિની દ્રષ્ટિએ સારો સમય રહેશે. પોતાના કર્મ ઉપર ધ્યાન રાખો. તમારા લક્ષ્ય ઉપર કેન્દ્રિત કરીને કાર્ય કરો. ભાગ્ય તમને સાથ આપશે. કુંભઃ-એક નાની યાત્રા તમને કંઇક લખવા, સંગીત બનાવવા અથવા ફોટો અને સેલ્ફીને લેવાનો અવસર આપશે. પ્રભાવી વાતચીત મહત્ત્વપૂર્ણ છે. નાનો ભાઈ અથવા તમારી ઉંમરનું કોઇ વ્યક્તિ તમારી સાથે વાત કરવાનું ઇચ્છશે. તમારા કૌશલને વધારવાનો પ્રયાસ કરો, જેનાથી તમને લાંબા સમય સુધી ફાયદો થશે.મીનઃ- તમે ગંભીર પ્રવૃત્તિના વ્યક્તિ છો. કોઇપણ કાર્યને સ્થિરતા અને ગંભીરતાથી કરવાનો પ્રયાસ કરો. દાંપત્ય જીવન સારું રહે તેવી સંભાવના છે. જીવન માટે નિર્ણય ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલાં હોય છે.