Mysamachar.in-સુરત
આપણે ત્યાં આજના સમયમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને બદનામ ઘડીકમાં કરી નાખવામાં આવે છે, અને તેના વિપરીત પરિણામો અનેક કિસ્સાઓમાં સામે આવતા હોય છે, અને આવા કીસ્સાઓમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ વધુ થતો હોય તેમ લાગે છે, આવો જ એક ચોકવનારો કહી શકાય તેવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવક એટલી હદ સુધી ગયો કે યુવતીના મોર્ફ કરેલા ફોટો યુવકે યુવતી અને તેની બહેનને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર તેના નામના બોગસ એકાઉન્ટ બનાવી તેમાં મોર્ફ કરેલા બિભત્સ ફોટો અને કોમેન્ટ લખી વાઈરલ કરી દીધા અને આ યુવકને તે અંતે ભારે પાડ્યું અને પોલીસે આ યુવકને ઝડપી પાડ્યો છે.
એક તરફી પ્રેમમાં પાગલ યુવાને રાંદેર વિસ્તારની યુવતીના ઇન્સ્ટાગ્રામ પર બે ફેક એકાઉન્ટ બનાવી તેની બહેનને બિભત્સ મેસેજ કર્યા હતા. જેથી યુવતીએ આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં સાયબર ક્રાઇમે રાજ રમેશ લોઢીયાની ધરપકડ કરી છે. રાજ આણંદમાં ડિજિટલ માર્કેટીંગનું કામ કરે છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, રાજની યુવતીની સાથે સગાઈ થવા પહેલા તૂટી ગઈ હતી. જેમાં તેના રિપોર્ટ સારા ન મળતા યુવતીના માતા-પિતાએ સગાઈ કરવાની ના પાડી હતી.
રાજ યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. ઉપરથી સગાઈ ન કરતા તેણે યુવતીને બદનામ કરવા સોશિયલ મીડિયામાં બોગસ એકાઉન્ટ બનાવી તેમાં યુવતી અને તેની બહેનના મોર્ફ કરેલા બિભત્સ ફોટો અને કોમેન્ટ લખી વાઈરલ કર્યા હતા. છેવટે 8 દિવસ અગાઉ યુવતીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાયબર ક્રાઇમ પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે ડીજીટલ માર્કેટીંગનું કામ કરતા રાજ રમેશભાઈ લોઢીયાની ધરપકડ કરી હતી.