Mysamachar.in:સુરત
આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ પર ઝડપથી વિશ્વાસ મૂકી અને તેની સાથે ફોટો પડાવવા ક્યારેક મુસીબત સાબિત થઇ શકે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, સુરતના ઈચ્છાપોર ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતી સાથે ફોટો વાઈરલ કરવાની ધમકી આપી મિત્રતા રાખવાની માગ કરી હતી. જો કે, યુવતીએ મિત્રતા ન રાખતાં યુવકે યુવતી સાથે મિત્રતા વખતે પાડેલા ફોટો તેના સ્ટેટસમાં રાખીને અવારનવાર ફોન કર્યા હતાં.તેમ છતાં યુવતી તાબે ન થતાં યુવતી સાથેના ફોટો યુવતીના પિતાને મોકલી દીધા હતાં. જેથી યુવતીએ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઈચ્છાપોર પોલીસ સ્ટેશનથી મળતી વિગતો પ્રમાણે ઈચ્છાપોર ગામમની જયરાજ સોસાયટીમાં રહેતા રોહિતસિંગ કનૈયાસિંગને જે તે સમયે એક યુવતી સાથે મિત્રતા હતી.મિત્રતા હોય અને સાથે ફરવા માટે જતા હતા. ત્યારે યુવતીના અને તેના સેલ્ફી ફોટા લીધા હતાં.આ ફોટા ફરીયાદીના પિતાજીને મોકલી આપવાની ઘમકી આપતો હતો. તેમજ આજથી ત્રણ મહિના પહેલા મિત્રતા ન રાખવાનું કહેવા છતા તે અવાર નવાર યુવતીના ઘર તરફ તેની સ્કુટી લઇ આંટા ફેરા મારી ફરીયાદીનો પીછો કરી હેરાન પરેશાન કરતો હતો.એવામાં ગઇ તા.16/10/2021 નારોજ યુવતીના મોબાઇલ ફોન ઉપર આશરે 20 થી 25 ફોન કર્યાં હતાં. જો કે, યુવતીએ ફોન ઉપાડેલ નહોતાં. જેથી યુવતીના પિતાજીને ફોન કરી ફરીયાદી સાથેના તેના ફોનમાં લીધેલ ફોટા મોકલવાની ઘમકી આપી હતી. ત્યારબાદ તેના મોબાઇલમાં ફરીયાદી અને તેનો ભેગો સ્ટેટસમાં રાખ્યાં હતાં. આ અંગે યુવતીએ ફરિયાદ નોધાવતા ઈચ્છાપોર પોલીસે છેડતીની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.