Mysamachar.in-અમદાવાદ
કોરોનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે સરકાર દ્વારા વિવિધ તબક્કાઓમાં લોકડાઉન લાદવામાં આવ્યા જેને કારણે રોજનું કરીને રોજનું ખાતા ઉપરાંત નબળા પરિવારોની રોજીરોટીનો મોટોપ્રશ્ન સર્જાયો હતો, એવામાં કેટલાય બેરોજગારીને કારણે અવળે માર્ગે ચઢી ગયા જે બાબતદુખદ છે, આવો જ એક કિસ્સો રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં સામે આવ્યો છે, એક વાહન ચોરને જયારે પોલીસ પકડ્યો અને તેની પાછળ જે કહાની સામે આવીતે ચોકવાનારી છે, ખોખરા પોલીસે એક વાહનચોર શખ્સની ધરપકડ કરી છે. જેને કોરોનાકાળમાં મજૂરી કામ ન મળતા તેણે પૂર્વ વિસ્તારમાંથી વાહનો ચોરી કરવાનું શરૂ કર્યું હતું. ઝડપાયેલ શખ્સ જીતેન્દ્ર ચિતારા મૂળ વટવામાં રહે છે અને હાલતેની ખોખરા પોલીસે ધરપકડ કરી છે.
આરોપી શાહપુર, નારોલ, ખોખરાજેવા વિસ્તારોમાંથી વાહનો ચોરી કરતો હતો. ઘરેથી તે વાહન વગર નીકળતો અને ચાલતા ચાલતા જ્યાં બિનવારસી વાહન દેખાય તે ચોરી કરી વાહન પોતાના ઘરે મૂકી દેતો હતો. ક્યારેક તો ચોરેલા વાહન પર જ નીકળતો અને અન્ય વાહન ચોરી કરી ઘરે મૂકી દેતો હતો. પોલીસે સાત વાહનો કબ્જે લઈ અનેક ગુનાના ભેદ ઉકેલયા છે. ઝડપાયેલા શ્ખ્સ્નીન પોલીસ દ્વારા પુછતાછ કરતા આવ્યું કે, તે અગાઉ સિલાઈકામ અને છૂટક મજૂરી કરતો હતો. પણ કોરોનાકાળમાં તેને દોઢેક માસથી કોઈ કામ મળ્યું ન હતું. જેથી આ તમામ ચોરીતેણે દોઢ માસમાં જ કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી છે.