Mysamachar.in-જામનગર:
આજના સમયમાં કેટલીક યુવતીઓ કોઈની સાથેના ટૂંકા પરિચયમાં એટલી પ્રેમાંધ બની જતી હોય છે કે સામે ટૂંક સમયનો પરિચિત યુવક કહે તેમ કરવા લાગે છે બાદમાં જયારે વાસ્તવિકતા સામે આવે ત્યારે પસ્તાવનો પાર નથી રહેતો માટે આજની દરેક યુવતીએ કોઈપણ પુરુષ સાથે સંપર્કમાં આવ્યા બાદ તેના પર કેટલો વિશ્વાસ રાખવો તેનું આંકલન થયા બાદ જ વિશ્વાસ કરવો જોઈએ નહિતર મુસીબત વધી જાય છે જામનગરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે આજની યુવતીઓ માટે ભારે ચોકાવનારો છે.
જામનગરની એક યુવતી જે એક વર્ષ પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલ હતી. બાદમાં પીડિતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવકે સબંધ રાખવાનું કહેતાં યુવતીએ ના કહેતા યુવકે ધમકી આપતા કહ્યું હતુ કે તારા પરિવારને તથા સોશિયલ મીડિયા પર ફોટા વિડિયો વાયરલ કરીશ. અને બ્લેકમેઇલ કરી ડી. કે. વી. સર્કલ પાસે મળવા બોલાવી હતી. પરંતુ યુવતીએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી હોવાથી અભયમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન આપી કુશળ કાઉન્સેલિંગ કરેલ..
યુવતી જ્યારે યુવકને મળવા ગયેલ ત્યારે 181 અભયમ ટીમ દ્વારા યોગ્ય નિર્ણય લઇ રેસ્ક્યુ વાન દૂર ઊભી રાખી ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાઈ ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ તેને પકડી પડ્યો હતો. અને કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપી તેના ફોનમાંથી ફોટો વિડિયો ડીલીટ કરાવેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતીને હેરાન ન કરવા સૂચન કરેલ. બાદમાં યુવકે પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં યુવતીને હેરાન નહીં તેવી ખાતરી આપેલ અને નંબર ડિલીટ કરી પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી. પીડિતા આગળ કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતા ન હોવાથી સમસ્યાનું સ્થળ પરજ નિરાકરણ આવ્યું હતું. (symboilc image source:google)