Mysamachar.in-જામનગર
આદુ…આદુને મોટાભાગના લોકો ચા સાથે માણવાનું વધુ પસંદ કરે છે, તેમાં પણ શિયાળો આવતા જ આદુવાળી ચા સહીત આદુની ડીમાંડ વધી જાય છે, આદુ એક ઔષધિ પણ છે. તેનું પાણી નિયમિત રીતે પર પીવાથી ઘણી એવી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. નિષ્ણાતોનું માનવું છે કે ઉધરસ, ગળાની ખરાશ અને કફ જમા થઇ જવા પર આદું ખુબ જ ફાયદો કરાવે છે. ભારતીય રસોડામાં આદુનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. ચા, શાક અહીં સુધી કે ચટણીમાં પણ તેનો ઉપયોગ થાય છે. આદુમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે, જે શરીર માટે ઘણા જ ફાયદાકારક હોય છે.
સામાન્ય શરદી અને ફ્લૂ જેવા ચેપ સામે લડવા માટે તમામ ઉંમરમાં આદુ સૂચવવામાં આવે છે. તેનો ઉપયોગ શરીરને ગરમ રાખવા માટે ચાના રૂપમાં કરી શકાય છે. અને કેટલાય રસોડામાં બારેમાસ ચામાં આદુનો ઉપયોગ થતો હોય છે, ચા ડાયફોરેટીકની જેમ કાર્ય કરે છે અને પરસેવો આવે છે, જે શરીરમાંથી ઝેર સાફ કરે છે અને તંદુરસ્ત રાખે છે.એક કપ પાણીમાં આદુનો એક નાનો ટુકડો લઈને 5 મિનિટ સુધી ઉકાળો. ઠંડુ થઇ જવા પર તેને પીઓ. તેનાથી કફમાં તમને ઘણી રાહત મળશે.આદુનું પાણી બોડીમાં ડાઈજેસ્ટિવ જ્યુસને વધારે છે.
તેમાં ખોરાકને પાચન થવામાં ખુબ જ મદદ મળે છે.તો આદુનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ્સ સુધરે છે. એવામાં ફેટ તેજીમાં બર્ન થાય છે અને વજન ઘટાળવામાં હેલ્પ મળે છે.હા રેગ્યુલર આદુંનું પાણી પીવાથી બોડીનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેનાથી ડાયાબિટીસની આશઁકા ઓછી થઈ જાય છે.આદુનું પાણી પીવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી મસલ્સ રિલેક્સ થાય છે અને મસલ્સ પેઈન દૂર થાય છે. આદુનું પાણી પીવાથી બોડીની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનાથી શરદી-ઉધરસ અને વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો પણ ટળી જાય છે.આદુનો ઉપયોગ શ્વસનતંત્રને લગત બિમારીઓની સારવાર માટે દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.