Mysamachar.in-અમદાવાદ
આપણા સભ્ય સમાજમાં આજે પણ કેટલાય પરિવારોમાં સાસુ વહુના સામાન્ય ઝઘડાઓ તો થતા જ રહે છે. અને તે કહાની ઘર ઘર કી જેવું હોય છે, પણ ક્યારેક હદ વટાવી જતી સાસુ સહિતના સાસરિયાઓ પોતાના પરીવારને મુકીને પારકા ઘરે આવી છે ત્યાં અસહ્ય ત્રાસ તેના પર એક હદથી વધુ ગુજારવામાં આવતો હોય છે, આવો જ એક અતિ શરમજનક કહી શકાય તેવો કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે, જ્યાં શહેરના મધ્યમવર્ગની પરિણીતાને તેની સાસુ નગ્ન થઈને દેવી છું, કહીને સતત ડરાવતી હતી. પરિણીતાએ દીકરીને જન્મ આપ્યા બાદ તેની સાથે સાસરિયાં એટલી હદે હેરાન કરતાં હતાં કે તેને સંડાસની બાજુમાં બેસીને જમવા માટે મજબૂર કરતાં હતાં. સતત ત્રાસથી પરેશાન પરિણીતાએ આખરે મહિલા પોલીસ સ્ટેશનનો દરવાજો પહોચવા મજબુર બની છે,
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન પોતાના સમાજના રિવાજ મુજબ થયાં હતાં. મધ્યમવર્ગ પરિવારમાં તે પરણીને ગઈ, ત્યાર બાદથી તેના લોભી અને લાલચુ સાસરિયાંએ તેના પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી અસલી કલર બતાવવાનું શરુ કર્યું હતું, જયારે તેણીનો પતિ કામ પર જાય એટલે તેની સાસુ વહુ સામે તમામ કપડાં કાઢી નાખતી હતી અને જોર જોરથી બૂમો પાડીને તેને ડરાવતી હતી. જ્યારે આ વિશે તેણે તેના પતિને કહ્યું તો તેણે માતાને દેવીનો પવન આવે છે, કહીને વાત ઉડાડી દીધી હતી. આ વાત અહીં પતવાને બદલે તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી આ સતત ત્રાસ અંગેની વાત વહુએ તેના ભાઈને કહી હતી. સાસરિયાં અને પતિએ કોઈ સમાધાન ન કરતાં આજે કોઈના ત્યાં પોતાની દીકરી સાથે રહેવું પડે છે. એવામાં અંતે કંટાળી ગયેલ વહુએ પોતાના સાસરીયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.